Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે સફળતા તમારા હાથવેંત હોય અને હાથમાંથી સરી પડે. તમને ખબર હોય કે આ વખતે તો તમે એટલું સારું કાર્ય કર્યું છે કે સફળતા અચુક તમને મળશે જ, પણ ગમે તેટલું સારું કાર્ય કરવા છતાં પણ સફળતા ન મળે. આવું થાય તો તેની પાછળ શું કારણ હોઇ શકે? તમારી મહેનતને દોષ આપશો કે તમારા નસીબને દોષ આપશો? માત્ર ખરાબ નસીબ કે મહેનતમાં ખામી જ આનું કારણ નથી. તે સિવાય પણ બીજાં કારણો છે જે જવાબદાર હોય છે. ચાલો તેવા કારણો ઉપર એક નજર કરી લઇએ.

પિતૃદોષ, કાલસર્પદોષ અને ગ્રહો કે નક્ષત્રોની ખરાબ દશાને કારણે પણ ઘણીવાર જીવનમાં તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. તો ઘણીવાર આપણાં કેટલાંક કર્મોને પહેલાંના લોકોની જેમ પૂજા-પાઠમાં બહુ વિશ્વાસ નથી ધરાવતીં, આ વાત આજના લોકોને મોટી નથી લાગતી પણ ક્યાંકને ક્યાંક આ કારણ પણ અસફળતા પાછળ ઘણીવાર જવાબદાર હોય જ છે. તો આજે આપણે એવા દસ ઉપાય વિશે વાત કરીશું જેનાથી દરેક પ્રકારની સમસ્યાઓથી મુક્તી મેળવી શકાય છે.

હનુમાન ચાલીસાઃ

સંકટ મોચન હનુમાન સૌનું દુખ હરતા રહે છે. રામભક્ત હનુમાનજીની સ્તુતી કરવાથી કોઈપણ સમસ્યાનો અવસ્ય ઉકેલ મળે છે. નિયમીતપણે હનુમાન ચાલિસાના પાઠ કરવાથી સારો એવો ફાયદો થાય છે. આ ઉપરાંત મંગળવાર અને શનિવારે હનુમાનજીને તેલ, સિંદુર અને આકડાના ફુલની માળાનો ચઢાવો ચઢાવવો.

બનારસી પાન પણ અર્પણ કરવું. નિયમિત પણે આ વિધી કરવાથી તમારું બગડેલું કામ પણ પાર પડી જશે. હનુમાન ચાલિસાના પાઠ કરવાથી પિતૃદોષ, રાહુદોષ અને મંગળદોષ જેવા દોષો દૂર થાય છે. આ ઉપરાંત ભૂત અને દુષ્ટ આત્માનો પડછાયો પણ આપણી પર પડતો નથી. આમ સાચા મનથી હનુમાનજીની પૂજા – અર્ચના કરવાતી દરેક પ્રકારના સંકટોથી મુક્તિ મળે છે.

ગાય, કુતરાં, પક્ષીઓ અને કીડીઓને રોટલી ખવડાવવીઃ

ગાયમાં સકારાત્મક ઊર્જાનો ભંડાર છે. તમારા ઘરની આસપાસ ગાયનું હોવું એટલે જ ઘણુ શુભ મનાય છે. રોજ ગાયને રોટલી ખવડાવવાથી ઘરમાં ધનલાભ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. ગાયને ખવડાવવાથી ઘરમાં દરિદ્રતાનો નાશ થાય છે અને સુખ શાંતિ રહે છે. એજ રીતે કુતરું પણ શુભ ફળ આપે છે.

કુતરાને ખવડાવવાથી તમારું અશુભ ઈચ્છતા દુશ્મનો તમારાથી દૂર રહે છે. આ સાથે તમારામાં આત્મવિશ્વાસ અને નીડરતાનો વધારો થાય છે. કુતરું પાળવાથી ઘરમાં લક્ષ્મી આવે છે. તેમ માનવામાં આવે છે કે કુતરું ઘરના રોગી સદસ્યની બિમારી તેના પર લઈ લે છે. પિતૃ પક્ષમાં કુતરાને ગળી રોટલી ખવડાવવી. પક્ષીઓને ખવડાવવાથી નોકરી-વ્યવસાયમાં લાભ થાય છે. તેમજ વ્યક્તિના સમૃદ્ધિના દરવાજા ખુલી જાય છે. સમાજમાં માન સમ્માન મેળવવા માટે રોજ કબૂતરને ચોખાનું ચણ નાખવું તેમજ શનિવારે બાજરીનું ચણ નાખવું.



ગૃહ સલેશના નિવારણ માટે રોજ ઘરના પૂજા સ્થાન પર ઘીનો દીવો કરવો. તેમજ ઘરમાં રોજ કપૂર અને ઘુગડની ધૂપ કરવી. ગુરુવાર અને રવિવારના દિવસે ચુલામાં ગોળ અને ધીની આહુતી આપવી તેનાથી ઘરમાં સુગંધીત વાતાવરણ થશે અને હકારાત્મક શક્તિનો સંચાર થશે.

ઘરને આનંદીત રાખવા માટેઃ

ઘરની દિવાલો પર હંમેશા પ્રાકૃતિક સૌદર્યનું ચિત્ર અથવા પરિવારનું ચિત્ર લગાવવું તેનાથી ઘરમાં હકારાત્મક ઊર્જા આવશે અને ઘર પ્રફુલ્લીત રહેશે. બેઠક રૂમ, બેડરૂમ, રસોડું અને સ્ટડી રૂમમાં જો ચિત્ર કે પેઈન્ટીંગ લગાવવું હોય તો કોઈ વાસ્તુશાસ્ત્રીની સલાહ લઈને તે અનુસાર જ ચિત્ર લગાવવું, કારણ કે એક ચિત્ર તમારા જીવનમાં હકારાત્મક અસર કરી શકે છે અને નકારાત્મક અસર પણ કરી શકે છે. તેમાં પણ ઘરમાં વધુ પડતા દેવી-દેવતાના ફોટો અથવા ર્મૂિત રાખવાનું ટાળવું.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111312349
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now