રાશિ પ્રમાણે જાણો કઈ રાશિના મિત્રો સાથે સાવધાની રાખવી
કોઈ સ્થળે મિત્ર સાથે ફરવા ગયા હોય અને નાની એવી વાતમાં તે તમારા પર ભડકી જાય તો? આવું અણધાર્યું વર્તન તમને પણ આશ્ચર્યમાં મુકી દેશે. તમને વિચાર એવો પણ આવશે કે મિત્રના સ્વભાવ વિશે અગાઉથી જાણ હોત તો તેની સાથે મિત્રતા કેળવવામાં પણ ધ્યાન રાખ્યું હોત. તો આ સમસ્યા હવેથી દૂર થઈ જશે. મિત્રની રાશિ પરથી તમે જાણી શકો છો કે તેની મિત્રતા કેવી સાબિત થશે. કઈ રાશિના મિત્રો સાથે સાવધાની રાખવી હિતાવહ છે.
મેષ રાશિ
આ રાશિના લોકો વધુ પડતા જ ઉત્સાહી હોય છે. તેઓ કોઈ એકના સારા મિત્ર બનવાના બદલે એક સમયે અનેક સાથે મિત્રતા રાખે છે. તેના કારણે સમસ્યાઓ સર્જાય છે.
વૃષભ રાશિ
આ રાશિના લોકોને ફેરફાર પસંદ નથી હોતા. આ લોકો પોતાના આદર્શો પર અને વિચારો પર જ મક્કમ રહે છે. જો કોઈ તેમને કોઈપણ પ્રકારના સૂચન આપે તો તેઓ તેનો વિરોધ કરે છે અને ઘણીવાર ઝઘડો પણ કરી બેસે છે.
મિથુન રાશિ
આ રાશિના લોકો જાણકારી એકઠી કરે છે પરંતુ તે સાચી છે કે નહીં તેનો વિચાર કરતાં નથી. જ્યારે સમસ્યા સર્જાય છે તો તેઓ બીજા પર પહેલા આરોપ લગાવે છે પરંતુ પોતાની ભુલ સ્વીકારતા નથી.
કર્ક રાશિ
આ રાશિના લોકો સંવેદનશીલ હોય છે. નાની-નાની વાતમાં પણ તે રડી પડે છે.
સિંહ રાશિ
આ રાશિના લોકો જે મનમાં હોય તે સ્પષ્ટ કહી દે છે. તેમને એ વાતથી પણ ફરક નથી પડતો કે તેમની વાતથી સામેવાળી વ્યક્તિને ખરાબ પણ લાગી શકે છે. જો કે તેઓ એવી માનસિકતા ધરાવતાં હોય છે કે આમ કરીને તેઓ અન્યની મદદ કરે છે.
કન્યા રાશિ
આ રાશિના જાતકો મૂંજવણમાં રહે છે. તેઓ વાતવાતમાં એ સાબિત કરવામાં વ્યસ્ત હોય છે કે તેમની કેટલી જરૂરીયાતો છે. તેઓ પોતાનામાં જ અન્યને પણ વ્યસ્ત રાખવા માંગતા હોય છે.
તુલા રાશિ
આ રાશિના જાતક શાંત અને સોહાર્દથી રહેવાનું પસંદ કરે છે. તેઓ બીજાની પસંદ-નાપસંદનો વિચાર કરતાં નથી. તેઓ પોતાના વિચારો અન્ય પર થોંપે રાખે છે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોને એકલતા પ્રિય હોય છે. જો તેના મિત્ર તેની વાત નથી માનતા તેઓ મિત્રતા તોડવા માટે પણ તૈયાર થઈ જાય છે.
ધન રાશિ
આ રાશિના લોકોનો સ્વભાવ અપ્રત્યાશિત હોય છે. તેઓ બોલતા બોલતા અટકી જાય છે, મનમાં આવે તો મસ્તીમાં નાચવા-ગાવા લાગે છે. આ રાશિના જાતકો પોતાની મસ્તીમાં જ મસ્ત રહે છે.
મકર રાશિ
આ જાતકો ગંભીર હોય છે અને તેના કામમાં વ્યસ્ત રહેવામાં માને છે.
કુંભ રાશિ
આ રાશિના લોકો જો કોઈના વિચારો સાથે સંમત નથી હોતા તો પણ દર્શાવતા નથી. પરંતુ જ્યારે સમય આવે ત્યારે તેમનો મત સ્પષ્ટ કરી દે છે.
મીન રાશિ
આ રાશિના લોકોનો સ્વભાવ વિચિત્ર હોય છે. તેઓ એકવાર કોઈને પોતાના જીવનમાં લાવવા માંગે તો તે કામ કરીને જ જંપે છે. ત્યાં સુધી તેઓ પીછો છોડતા નથી. જો કે તેમને એકને ભુલી અને બીજાની નજીક જતાં સમય નથી લાગતો.