Astrology: Protect Your Self From Evil Eyes Bad Effect
જ્યોતિષઃ કેવી રીતે લાગે છે ખરાબ નજર, તેનાથી બચવા માટે શું કરવું જોઈએ?
ખરાબ નજર કે બોલચાલની ભાષામાં જેને ઉપરી બાધા કહેવામાં આવે છે જેને આજે વૈજ્ઞાનિકો પણ નકારાત્મક અસર અથવા તો નેગેટિવ એનર્જીની ખરાબ અસર વિશે સ્વીકારે છે. ઉપરી હવાઓથી મુક્તિ મેળવવા માટે જ્યોતિષ અને તંત્રશાસ્ત્રમાં અનેક ઉપાયો જણાવ્યા છે. અથર્વવેદમાં પણ તેની માટે અનેક સ્તુતિઓ અને મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આયુર્વેદમાં પણ ઉપરી હવાઓથી મુક્તિ મેળવવાનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. અહીં આજે અમે તમને જણાવીશું તમારી આસપાસના કોઈ વ્યક્તિને ખરાબ નજરની અસર થઈ હોય તો તેનાથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય.
નજર કેવી રીતે લાગે છેઃ-
આપણે નાનપણથી જ એક શબ્દ સાંભળતા આવ્યા છીએ નજર લાગવી. માનવામાં આવે છે કે કોઈ બાળકને નજર લાગે છે તો તેની તબિયત ખરાબ થઈ જાય છે અથવા તેનું ખાવા પીવામાં અને રમવામાં મન નથી લાગતું. આજના સમયમાં કેટલાક લોકો નજર લાગવાને અંધશ્રદ્ધા માને છે જ્યારે નજર લાગવી એક વૈજ્ઞાનિક ક્રિયા છે. અહીં જાણો શું છે નજર લાગવાનું રહસ્ય.
1. વિજ્ઞાન મુજબ આપણા શરીરમાં વિદ્યુત તરંગો હોય છે, આ વિદ્યુત તરંગોમાં કોઈ પ્રકારનું વિઘ્ન આવે તો શરીર લકવાનો શિકાર થઈ શકે છે, એટલે શરીરની વિદ્યુતીય તરંગથી નજર લાગવાનો સીધો સંબંધ છે.
2. મોટા લોકોની સરખામણીમાં બાળકોને વધુ નજર લાગે છે, કારણ કે બાળકોનું શરીર નાજુક હોય છે અને તેમના શરીરમાં વિદ્યુતીય ક્ષમતા મોટા લોકોની સરખામણીમાં ઓછી હોય છે.
3. જો કોઈ બાળકને સતત જોયા કરે તો તેની નજરોની ઊર્જા બાળકની ઊર્જાને પ્રભાવિત કરે છે જેના કારણે બાળકની તબિયત ખરાબ થઈ જાય છે અથવા તે ખાવા પીવામાં અને રમવામાં રસ નથી લેતું.
4. ખરાબ નજરથી બચવા માટે બાળકોને કાળો ટીકો લગાવામાં આવે છે અથવા કાળો દોરો પહેરાવવામાં આવે છે, તેની પાછળ પણ વિજ્ઞાન છુપાયેલું છે.
5. વિજ્ઞાન માને છે કે કાળો રંગ ઉષ્માનો શોષક હોય છે. એટલે જ્યારે બાળકને કાળો ટીકો અથવા કાળો દોરો બાંધવામાં આવે છે તો તે કોઈ પણ પ્રકારની ઉષ્મા (ખરાબ નજર)ને બાળકમાં પ્રવેશ કરવા નથી દેતો અને તે ખરાબ ઉર્જાને પોતે જ શોષિત કરી લે છે, આ કારણથી બાળક ખરાબ નજરથી બચી જાય છે.
ઉપરી કાળી શક્તિ થી બચવા શ્રી હનુમાન ચાલીસા કરવી અને સિદ્દ પારાની હનુમાનજી ની મુર્તિ રાખવી તો કોઈ મુઠ ચોટ લાગતી નથી તેમજ પ્રવાલના હનુમાનજી ની પેંડલ પહેરવું અસલ માટે સંપર્ક કરવો