રસ્તા પર પડેલા આવા સામાનને ભૂલથી પણ ન સ્પર્શતા થઈ જશો બરબાદ
આપણા વાસ્તુશાસ્ત્રમાં વાસ્તુ સાથે જોડાયેલી તમામ માહિતીઓ આપવામાં આવી છે. પણ શું તમે જાણો છો હિંદુ ધર્મના કેટલાક મહત્વપૂર્ણ ગ્રંથોમાં પણ વાસ્તુ સાથે જોડાયેલી મહત્વ પૂર્ણ જાણકારી આપવામાં આવેલી છે. જેને જાણવાથી આપણને થતા નુકસાનને નિવારી શકાય છે. આજે અમે આપને હિંદુ ધર્મના પ્રમુખ ગ્રંથોમાં લખેલી આવી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી આપીશું જેના વિશે કદાચ તમે નહી જાણતા હો.
સામાન્ય રીતે રસ્તા પર ચાલતી વખતે આપણી નજર એવી કેટલીક વસ્તુઓ પર પડે છે જે રસ્તા પર પડી હોય છે. જેને આપણે જોયા નજોયા જેવું કરીને ચાલીએ છીએ. કેમકે આપણે જાણતાજ નથી કે તે આપણા જીવન પર કેટલી અને કેવી અસર કરે છે. તો આજે જાણીશું આવી જ કેટલીક મહત્વપૂર્ણ વાત.
વિષ્ણુ પુરાણમાં કહેવામા આવ્યુ છે કે રસ્તા પર ચાલતી વખતે કેટલીક વસ્તુઓથી દુર ચાલવુ જોઈએ. નહીતો પારાવાર મુશ્કેલીઓમાં ફસાઈ શકો છો. રસ્તા પર પડેલી આ વસ્તુઓ આપણી પવિત્રતાને હરી લે છે. આથી આ વસ્તુઓથી દુર રહેવામાં જ ભલાઈ છે.
ફેલાયેલું પાણી
જો આપણે ક્યાંક જઈ રહ્યા છીએ અને રસ્તાપર કોઈએ સ્નાન કરેલું પાણી ફેલાયેલુ મળે છે તો આવા પાણીનો સ્પર્શ ન થાય એ રીતે તેનાથી બચીને નીકળવું જોઈએ. સ્નાન બાદનું પાણી ગંદુ અને અપવિત્ર હોય છે આ પાણીના સંપર્કમાં આવવાથી આપણી પવિત્રતા નષ્ટ થઈ જાય છે.
હાડકું
આજકાલ રસ્તા પર દુર્ઘટનાઓ થવી ખુબજ સામાન્ય બાબત છે કેટલીક વાર આવી દુર્ઘટનાના કારણે પ્રાણીઓ રસ્તા પર જ મોતને ભેટે છે જેમકે કુતરૂ, બિલાડી આ મૃત પ્રાણીઓના હાડકાઓ રસ્તા પર જ પડ્યા રહે છે. આથી આવી અપવિત્ર વસ્તુઓથી બચીને ચાલવુ જોઈએ. મૃત પ્રાણીના અસ્થિઓનાં સંપર્કમાં આવ્યા પછી સ્નાન કરવું ખુબજ જરૂરી છે. શાસ્ત્રો અનુસાર મૃત પ્રાણીઓના સંપર્કમાં આવવાથી આપણે અપવિત્ર થઈ જઈએ છીએ. આજ કારણે આપણે કોઈની અંતીમ ક્રીયામાં જઈએ છીએ તો ઘરે આવ્યા પછી સ્નાન કરવું પડે છે.
વાળ
જો તૂટેલા વાળનું ગુચળુ રસ્તામાં દેખાય તો તેને અપવિત્ર માનવામાં આવે છે. રસ્તામાં પડેલા આવા વાળથી દૂર રહેવું જોઈએ. તેને ઓળંગવા ન જોઈએ. કહેવાય છે કે જો ભોજનમાં વાળ પડે તો જમવાનું અપવિત્ર થઈ જાય છે. આવું ભોજન નિષેધ છે.
કાંટા
સામાન્ય રીતે રસ્તામાં કાંટા દેખાય તો તેનાથી દુર ચાલવુ જોઈએ. નહીતર આવા કાંટાઓ પગમાં ચુભશે. જો શક્ય હોય તો રસ્તામાં પડેલા આવા કાંટાઓને હટાવવા જોઈએ કેમકે તે બીજા કોઈને ન નડે.
રાખ
એવું જોવા મળે છે કે જ્યારે પણ યજ્ઞ-હવન જેવા પૂજનના કર્મ પૂર્ણ થઈ જાય ત્યારે રાખ પ્રાપ્ત થાય છે. આવી રાખ જો રસ્તામાં પડેલી મળે તો તેનાથી દુર ચાલવુ જોઈએ કેમકે આવી રાખ કે ભસ્મને ખુબજ પવિત્ર માનવામાં આવે છે. જો તેના પર ભૂલથી પણ પગ પડી જાય તો અશુભ માનવામાં આવે છે.
અપવિત્ર વસ્તુ
જો રસ્તામાં કોઈ પણ પ્રકારની અપવિત્ર વસ્તુ ગંદકી જોવા મળે તો તેનાથી બચીને ચાલવું જોઈએ. પૂજનમાં કે કોઈ ખાસ કામમાં બહાર જતી વખતે આવી વસ્તુઓના સંપર્કથી બચવુ જોઈએ.