Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હનુમાનજીના ભક્તોને નથી કરડતા અહીંના વીંછી, રમે છે હથેળી પર…!

વીંછીનું નામ સાંભળતા જ ભલાભલા લોકોના રૂવાંટા ઉભા થઇ જાય છે. ઝેરીલા ડંખથી જીવ પણ જઇ શકે છે. પરંતુ દેશમાં એક જગ્યા એવી છે જ્યાં બાળક-વૃદ્ધો હાથથી તેને પકડી લેતા હોય છે અને માચીસની ડબ્બીમાં બંધ કરીને રાખી લે છે. એટલું જ નહીં લોકો વીંછીને તેમની હથેલી પર નચાવે છે.

કેટલીક હદ સુધી અફવા અને કલ્પનાશીલ લાગનારી આ વાત ખરેખર સાચી છે. જોકે, આ અનોખી જગ્યા મધ્યપ્રદશેના આગર માલવા જિલ્લા સ્થિત શ્રીબલ્ડાવદા હનુમાન મંદિર છે. વિશાળ મંદિરમાં દર વર્ષે ગુરુપુર્ણિમાના દિવસે એક દિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે. આ દરમ્યાન સિદ્ધ હનુમાનદીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. માન્યતા છે કે આ મંદિરના પરિસરમાં પથ્થરોની નીચે રહેનાર ઝેરી વિંછી ગુરુપુર્ણિમાના દિવસે કોઇને કરડતા નથી.

જિલ્લાના નલખેડાથી 2 કિમી દૂર સ્થિત અતિ પ્રાતીન અને ચમત્કારિક હનુમાન મંદિર એક પહાડ પર સ્થિત છે. હનુમાનજીના દર્શન માટે પહોંચનારા ભક્ત આ વીંછીને માચિસની ડબ્બીમાંલ બંધ કરીને પોતપોતના ઘરે લઇ જાય છે અને શાંતિની ક્ષણમાં તેમને અંદર અંદર લડાવે છે.

જોકે, શ્રદ્ધા અને વિશ્વાસના આ સ્થળ પર કેટલા વર્ષોથી વીંછી નીકળેછે. ગુરુપુર્ણિમાના દિવસે વીંછી કોઇને કરડતા નથી.

આ લેખ અંધશ્રધ્ધા માટે નથી હુ પોતે અંધશ્રધ્ધામાં માનતો નથી ફેલાવતો નથી જે જોયુ છે તે લખ્યુ છે .

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111310634
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now