રોજ સવારે શિવ મંદિર જાઓ અને તાંબાના લોટાથી શિવલિંગ પર ગંગાજળ ચઢાવો, તેના પછી મંત્ર બોલતા શમીના પાન અર્પિત કરવા જોઈએ
શિવપુરાણ મુજબ શિવ પૂજામાં ફૂલ-પાન ચઢાવવાનું વિશેષ મહત્વ છે. શિવલિંગ પર બીલીપત્ર તો બધા ચઢાવે છે, પરંતુ તેની સાથે જ શમીના પાન પણ શિવલિંગ પર અર્પિત કરવા જોઈએ. શમી વૃક્ષ પૂજનીય અને પવિત્ર છે. ઘરમાં શમીનું વૃક્ષ લગાવવાથી કુંડળીના અને વાસ્તુના અનેક દોષ દૂર થઈ શકે છે શિવજીને કેવી રીતે ચઢાવવા શમીના પાન
રોજ સવારે શિવ મંદિર જાઓ અને તાંબાના લોટામાં ગંગાજળ અથવા પવિત્ર જળમાં ગંગાજળ, ચોખા, સફેદ ચંદન મિક્સ કરીને શિવલિંગ પર ऊँ नम: शिवाय મંત્ર બોલતા અર્પિત કરો.
- તાંબાના લોટાથી જળ ચઢાવ્યા પછી શિવલિંગ પર ચોખા, બીલીપત્ર, સફેદ વસ્ત્ર, જનોઇ અને મીઠાઈની સાથે જ શમીના પાન પણ ચઢાવો.
- શમીના પાન ચઢાવતી વખતે આ મંત્ર બોલો
अमंगलानां च शमनीं शमनीं दुष्कृतस्य च।
दु:स्वप्रनाशिनीं धन्यां प्रपद्येहं शमीं शुभाम्।।
- શમીના પાન ચઢાવ્યા પછી શિવજીને ધૂપ, દીપ અને કર્પૂરથી આરતી કરી પ્રસાદ ગ્રહણ કરો.