જો તમે ઈચ્છો છો કે લોકો તમારા ગુણગાન કરે તો રામકૃષ્ણ પરમહંસે જણાવી છે તેની સીધી રીત
રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા સ્વામી વિવેકાનંદ. પોતાના ગુરુની વાતોથી પ્રભાવિત થઈને સ્વામી વિવેકાનંદે સન્યાસ ધારણ કર્યુ હતુ. રામકૃષ્ણ પરમહંસે સુખી અને સફળ જીવન માટે અનેક વાતો જણાવી છે. અહીં જાણો તેમની જણાવેલી 10 ખાસ વાતો
- જ્યારે ફૂલ ખીલે છે તો મધમાખીઓ આમંત્રણ વિના જ આવી જાય છે અને જ્યારે આપણે પ્રસિદ્ધ થઇશું, ઇમાનદાર રહીશું, મહેનત કરીશું તો લોકો આમંત્રણ આપ્યા વિના જ આપણી પ્રશંસા કરવા લાગશે.
- જો આપણે કરીએ છીએ તો પોતાના કર્મ પ્રત્યે ભક્તિનો ભાવ હોવો જરૂરી છે. ત્યારે જ એ કામમાં સફળતા મળી શકે છે.
નાવ કાયમ પાણીમાં જ રહેવી જોઈએ, પરંતુ ક્યારેય પણ નાવમાં પાણી ન હોવું જોઈએ. એવી જ રીતે ભક્તિ કરનાર આ દુનિયામાં રહે, પરંતુ તેમના મનમાં સાંસારિક મોહ માયા ન હોવી જોઈએ.
- જે રીતે ગંદા અરીસા ઉપર સૂર્યનો પ્રકાશ નથી પડતો, એવી જ રીતે ગંદું મન ધરાવતા લોકોને ઇશ્વરની કૃપા નથી મળતી.
- જે વ્યક્તિ સંપૂર્ણ ઇમાનદારીથી ઇશ્વરના પ્રત્યે સમર્પિત નથી, તેને પોતાના જીવનમાં કોઈ પણ અપેક્ષા ન રાખવી જોઈએ.
- સત્યના માર્ગે ખૂબ જ મુશ્કેલીઓ છે અને જ્યારે આપણે સત્યના માર્ગે ચાલીશું તો આપણે ખૂબ જ એકાગ્ર અને નમ્ર હોવું જોઈએ, કારણ કે સત્યના માધ્યમથી જ ઇશ્વરનો બોધ થાય છે.
જ્યારે પવન ચાલે તો પંખો હલાવવાનું મૂકી શકાય છે, પરંતુ જ્યારે ઇશ્વરની કૃપા મળી રહી હોય ત્યારે આપણે ઇશ્વરની ભક્તિ ન છોડવી જોઈએ.
- જ્યાં સુધી આપણાં મનમાં ઈચ્છાઓ છે, ત્યાં સુધી આપણને ઇશ્વરની પ્રાપ્તિ નથી થઈ શકતી.
- જો આપણે પૂર્વ દિશાની તરફ જવું હોય તો આપણે ક્યારેય પણ પશ્ચિમ દિશામાં ન જવું જોઈએ. આપણે લક્ષ્યની દિશામાં જ જવું જોઈએ. ક્યારેય પણ વિપરીત દિશામાં જઈને સફળતા મેળવી નથી શકાતી.
- ધર્મની વાત તો દરેક વ્યક્તિ કરે છે, પરંતુ પોતાના આચરણમાં લાવવું બધાના વશની વાત નથી.