Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ મંત્રનો જાપ કરવાથી હનુમાનજી દુર કરશે દુર્ભાગ્ય
ઘણાં લોકો એવા હોય છે જે પુરી ઇમાનદારીથી કામ કરે છે, પરંતુ સફળતા નથી મળી શકતી. એવી વ્યક્તિ નિરાશ થઇ જાય છે. તે પછી નિરાશ મનથી કરેલું કામ વધારે પરેશાનીઓ વધારે છે. નિરાશા દુર કરવા અને સફળતા પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રમાં ઘણાં ઉપાયો બતાવામાં આવ્યાં છે. આ ઉપાયોમાંથી સૌથી વધારે અસરકારક ઉપાય છે ઇષ્ટદેવના મંત્રોના અથવા તેમના નામનો જાપ કરવો.

કળયુગમાં સૌથી જલદી પ્રસન્ન થનારા દેવતા છે હનુમાનજી

ભગવાનની કૃપાથી કુંડલીના ગ્રહ દોષ પણ દુર થાય છે અને ભુતકાળના સમયમાં કરેલા જાણતા-અજાણતા પાપોની અસર પણ સમાપ્ત થાય છે. જે લોકો પર દેવી- દેવતા કૃપા કરે છે, તેના જીવનમાં સુખ અને સૌભાગ્ય વધવા લાગે છે.

કળયુગમાં સૌથી જલદી પ્રસન્ન થનારા દેવતા હનુમાનજી છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે શ્રીરામ નામનો જાપ કરવો જોઇએ અથવા શ્રીરામચરિત માનસની ચતુર્ભુજનો જાપ કરવો જોઇએ.

શ્રીરામચરિત માનસના પાઠથી દુર થાય છે પરેશાનીઓ

શ્રીરામચરિત માનસનો પાઠ નિયમિત રૂપથી કરવામાં આવે તો શ્રી રામની કૃપાથી જીવનની દરેક પરેશાનીઓ દુર થાય છે.

આ ગ્રંથમાં આપવામાં આવેલી ચતુર્ભુજનો જાપ અલગ-અલગ રીતે પણ કરવામાં આવે છે. અલગ-અલગ મનોકામનાઓ માટે અલગ-અલગ ચતુભુર્જ બતાવામાં આવ્યાં છે.

આ ચતુભુર્જના જાપ માત્રને માત્ર 108વાર નિયમિત સ્વરૂપથી કરવો જોઇએ. શ્રદ્વા અને ભક્તિની સાથે કરવામાં આવેલા જાપથી શ્રીરામ પ્રસન્ન થાય છે અને ભક્તની મનોકામના પુર્ણ થાય છે.

રોજ સવારે સ્નાન કર્યા બાદ ઘરના પુજાન કક્ષમાં શ્રીરામની પુજા કરો. ત્યારબાદ ચતુભુર્જનો જાપ 108 વાર કરો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111308865
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now