Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ ટોટકો અજમાવી જૂઓ થશે તમામ મનોકામના પૂર્ણ, પૈસાની થશે રેલમછેલમ

આપણા શાસ્ત્રમાં દરેક સમયે શું કરવાથી લાભ થાય છે કે નુકસાન થાય છે તે વાતોનું વિસ્તૃત વર્ણન આપવામાં આવેલ છે. કેટલીક વાર તો એવા એવા નાના ટોટકાઓ આપેલા હોય છે જેનો પ્રયોગ કરવાથી તમામ મુશ્કેલીઓ નીવારી શકાય છે. તો આજે આપને એવા કેટલાક ટોટકા અંગે જણાવીશુ જેને અજમાવી તમે પણ તમારા ભાગ્યના બંધ દરવાજાને ખોલી શકશો.

એલચીનો પ્રયોગ લગભગ બધા ઘરોમાં કિચનમાં કરવામાં આવે છે આનો ઉપયોગ કિચનમાં મસાલાની રીતે થાય છે ઘણા લોકો એવા છે જે એલચીના આયુર્વેદિક અને ઔષધીય ગુણોથી સારી રીતે પરિચિત છે પરંતુ ઘણા લોકો આના જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલ લાભ વિશે નથી જાણતા એલચીનો પ્રયોગ મસાલાની રીતે અથવા તો પછી ચામાં નાખવા માટે થાય છે અને આનો ઉપયોગ પૂજા પાઠ તાંત્રિક ક્રિયાઓ અને જાદુ ટોનામા પણ કરવામાં આવે છે.

આજે અમે તમને એલચીના એવા અચૂક ટોટકા વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જે ટોટકાને અપનાવીને તમે પોતાનું ભાગ્ય બદલી શકો છો આ ટોટકા ઘણા ઉપયોગી છે. ઘણા લોકો એવા છે જે દિવસ-રાત ઘણી મહેનત કરે છે મહેનત કરવામાં એ કોઈપણ પ્રકારની કોઈ કમી નથી છોડતા પરંતુ આમ છતાં પણ એમને ઈચ્છા પ્રમાણે સફળતા પ્રાપ્ત નથી થઈ શકતી વ્યક્તિ કાર્યને પૂર્ણ પોતે કરે છે અને એનો બધો શ્રેય કોઈ બીજો વ્યક્તિ લઈ જાય છે જો આ પ્રકારની સમસ્યા તમારી સાથે પણ છે તો તમે એલચીનો ટોટકો કરી શકો છો.

આના માટે તમે લીલા રંગના કપડામાં એક એલચી બાંધીને એને રાત્રે સુતા પહેલા પોતાના ઓશિકાની નીચે મૂકીદો અને બીજી સવારે ઉઠી એને કોઈ બહારના વ્યક્તિને આપી દો જો તમે આવું કરો છો તો તમારા બધા બગડેલા કામ સફળતા પૂર્વક બનવા લાગશે અને તમને મનગમતી સફળતા પ્રાપ્ત થવા લાગશે.

જે વ્યક્તિઓની પાસે પૈસો બિલકુલ નથી રોકાતો અને કેટલાય પ્રયત્ન કરી લે તમારૂં પર્સ હંમેશા ખાલી જ રહે છે તો એના માટે તમે પોતાના પર્સમાં હંમેશા પાંચ એલચી મૂકો જો તમે એલચીનો આ ટોટકો કરશો તો ધનથી સંબંધિત બધી મુશ્કેલીઓનો અંત આવી જશે અને તમને કમાણીના નવા સ્ત્રોત પણ પ્રાપ્ત થવા લાગશે.

જે વ્યક્તિ અભ્યાસમાં ઘણી વધારે મહેનત કરે છે પરંતુ આટલું ભણ્યા પછી પણ તમને સારા નંબર પ્રાપ્ત નથી થઈ શકતા તો એના માટે તમે એલચીને દૂધમાં ઉકાળીને કોઇ ગરીબને સતત સાત સોમવાર સુધી પીવડાવો જો તમે આવું કરો છો તો આનાથી ભણતરમાં મનગમતું પરિણામ પ્રાપ્ત થશે એમ તો આ ઉપાયને બાળકના માતા-પિતા પણ કરી શકે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111308200
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now