સૂર્યાસ્ત પછી ન કરવા આ કાર્યો, નહિં તો થશે નુકસાન
આપણા હિંદૂ ધર્મમાં સંધ્યાકાળનું અતિ વિશેષ મહત્વ છે. અનેક એવા કાર્ય છે કે સંધ્યાકાળે ન કરવા જોઈએ. તો અનેક એવા પણ કાર્ય છે કે જે સંધ્યાકાળ પછી ન કરવા જોઈએ. તેમછતાં જો કરવામાં આવે તો નુકસાન વેંઠવું પડે છે. ખાસ કરીને ઘરની આર્થિક સ્થિતિ પર તેની વિશેષ અસરો જોવા મળે છે. વ્યક્તિ પોતાના કામકાજમાં પણ સફળ નિવડતો નથી.
જ્યારે તમે અથાગ મહેનત કરતાં હોય અને કોઈ કસર તેમાં બાકી ન છોડતા હોય તેમછતાં જો અસફળતા કેડો ન મૂકતી હોય તો તમારે ખાસ આ વિશે વિચાર કરવો જોઈએ. ઘણી વખતે એવી બાબતો હોય છે કે જેને આપણે નજરઅંદાજ કરીએ છીએ પણ તે આપણા સુખ-દુઃખમાં વિશેષ અસર પેદા કરે છે. આપણે અનેક અંતરાયો વેંઠવા પડે છે. તેની પાછળ માનવીની કેટલીક ભૂલો જ જવાબદાર હોય છે. જાણો એ વિશે….
શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં નિયમિત રીતે શંખ ધ્વનિ કે ઘંટીનો રણકાર ન થતો હોય તે ઘરમાં લક્ષ્મીનો વાસ નથી હોતો. જો તમે ઈચ્છો કે તમારા ઘરમાં લક્ષ્મી વાસ કરે આ કામો પર જરૂર ધ્યાન આપો….
1. સાંજ પછી ક્યારેય પિતૃ તર્પણ ન કરવું. ઘરમાં સાંજે કે રાતે પિતૃઓનું આહવાન સારું ગણ્યું નથી. તે અનેક મુસીબતોને નોંતરે છે.
2. ઘરમાં ક્યારેય સાંજ પછી કચરો વાળીને બહાર ન કાઢવો. નહિં તો ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે.
3. ક્યારેય સાંજ પછી નખ ન કાપવા કે ચાવવા, તેથી પણ અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.
4. સૂર્યાસ્ત પછી રાતે એંઠા વાસણ ન રાખવા, તેમ કરવાથી દેવી લક્ષ્મી રુઠેલા રહે છે.
5. સૂર્યાસ્ત સમયે સમાગમ ન કરવો. જો તેમ કરવામાં આવે તો શત્રુ સંતાનોની પ્રાપ્તિ થાય છે. એટલે કે સંતાનો શત્રુ નિવડે છે.
6. સૂર્યાસ્ત પછી બહારથી આવો ત્યારે પહેલાં હાથ પગ ધોઈ નાંખવા, નહિં તો ઘરમાં નકારાત્મક ઉર્જા ઘર કરી જાય છે. તેનાથી અનેક મુસીબતો ઝેલવાનો વારો આવે છે.
7. સૂ્ર્યાસ્ત સમયે જો તમે દીવો કરતાં હોય તો તેને ક્યારેય ફૂંક મારીને બુઝાવવો. નહિં તો લક્ષ્મી આવે તો છે પણ ટકતી નથી.
8. સંધ્યાકાળે ક્યારેય વાળ ન ઓળવા અને તૂટેલો કાંસકો ક્યારેય વાપરવો નહિ. તેનાથી ખરાબ ફળની પ્રાપ્તિ થાય છે.