રંગ
અનેરો
લાવવા
હીનાને
છૂંદાવૂં પડયું
નીજની પર્ણ ડાળીથી
વિખૂટા પડી!
માંગ્યું ન. હતું
દયામય!
છતાં તે વર્ષા કરી
મમ ઉરે
દયા તારી પામવી
અતિ કઠીન
દયા તારી પામીનેય
ઝીરવવી
અતિ કઠીનતમ ભાસે!
મિલન
પછી અલગતા
સ્થિતિ
કેવી બની?
જેમ રહી જાય
કિનારા એકલા
સરિતાના
ગયા પછી!