Gujarati Quote in Microfiction by Nruti Shah

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફોન

આજથી દસ વર્ષ પહેલા જ્યારે મોબાઇલ ફોન પહેલી વાર બંગલે શેઠાણીના હાથમાં જોયો ત્યારે એક સપનું જોયુ હતું કમળાએ કે આવુ કંઇક જાદુઇ રમકડું પોતાની દીકરી પ્રીતીને અપાવ્યું હોય તો! ક્યાંય જાય ને વહેલું મોડું થાય તો ચિંતા તો નહીં!

ને આજે તે દીકરી શહેરની સૌથી મોટી મોબાઇલ કંપનીમાં CEOની પોસ્ટ પર સિલેક્ટ થઇને જાય છે ત્યારે પહેલું કામ કરે છે પોતાની માતાના હાથે પોતાની નવી ઓફિસના ઉદઘાટનનું કામ...નેમ પ્લેટ પર નામ છે: "પ્રીતી કમળા ..."

હવે કમળા જરૂરિયાત મંદ દીકરીઓને ફોન અપાવવા માટેના સેવાયજ્ઞમાં જોડાઇ ગઇ છે!

Gujarati Microfiction by Nruti Shah : 111305897
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now