*મનનાં વિચારો*. ડાયરી.. ૧૩-૧૨-૨૦૧૯
આપણું આ મન જ દ્રષ્ટા છે... મન મજબૂત તો હિમાલય પણ નડતો નથી.... આપણું મન સારું તો દુનિયા સારી છે... આ મન એ છે જે પાંગળા ને પર્વત ચઠાવે છે અને આ મન જ છે આંખો વગર ના ને લખતાં શિખવાડે છે...
સુખ અને દુઃખમાં મોટો ફરક નથી જેને મન સ્વીકારે એ સુખ અને જેને મન અસ્વીકારે એ દુઃખ. ગમે એટલી ફાઈવ સ્ટાર હોટલમાં બેસી જમતાં હશો પણ મન નહીં હોય તો એ બધું ખાવાનું બેસ્વાદ જ લાગશે... અને મન હશે તો ઢાબા પર ના ખાવામાં બત્રીસ પકવાનો સ્વાદ આવશે.. માટે મનમાં જેવી ભાવના હશે એવી દુનિયા દેખશે....
ભાવના ભટ્ટ અમદાવાદ....