ગાંધીનગર મેટ્રો ની ગુરુવારની આવતી તોરણ પૂર્તિ માં મારી કવિતા 👇👇👇🙏🙏🙏
ઈશે આપ્યા મા બાપના હાથ
બની નારી ચાલી દિકરી કિધો પિતા કેરી સંપતિનો ત્યાગ
મેવા મિઠાઈ કંઈ ના જોઈએ માબાપ કાજ વિરા તું જાગ
નથી કહેતી વીરા સંન્યાસ લેજે માત પિતાના મોક્ષ કાજ
સુખે નિભાવજે સંસાર તારો આશિષ અર્પું ઉરના આજ
મનમાં ઉઠશે વૈરાગ્ય હશે કર્મ સાથે હદયમાં રામ નામ
દીપી ઉઠશે જીવન તારૂં ઉતરશે ધરા પર જ મોક્ષધામ
કહ્યું કૃષ્ણએ કળિયુગમાં કર્મભક્તિ છે સૌથી મહાન
માત-પિતાના મનની શાંતિ અપાવશે તને અપાર માન
પરણેતરના પ્રથમ પ્રેમી પ્રભુને પામવા તું કર પરમારથ
ઘણો દુર છે તમથી તેજુ ઈશે આપ્યા માબાપના હાથ
તેજલ વઘાસિયા "તેજુ" (ઉમરાળી, જૂનાગઢ)
9/12/2019 Monday