Gujarati Quote in Blog by Matangi Mankad Oza

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અપેક્ષા

આજે સવારે એક ગુડ મોર્નિંગ કવોટ પ્રેરણા બન્યું આ લખવા
ઘણી વખત સાંભળ્યું છે કે "કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી માત્ર આપણી અપેક્ષાઓ વધારે હોય છે." પણ આપણે અપેક્ષા તો એમના જ પાસે કરીએ છીએ જેમને પ્રેમ કરતા હોઈએ અને જો અપેક્ષા ન થાય તો હું માનું છું કે પ્રેમમાં ક્યાંક ઓટ આવી ગઈ છે. દરેક સમયે પ્રેમ સરખો હોતો નથી પણ અપેક્ષા અને પ્રેમ એક સિક્કાની બે બાજુ ગણી શકાય તમે જેને પ્રેમ કરતા હો એની પાસે તો અપેક્ષા રાખો છો કોઈ અજાણ્યા પાસે અથવા ખાલી કેમ છો ના સંબંધ હોય એમની પાસે ક્યારેય અપેક્ષા રાખી નહીં હોય.
અપેક્ષા એ તમારા સંબંધમાં પ્રેમ હોવાની સાબિતી છે. અહીં પ્રેમ એટલે માત્ર વિજાતીય પ્રેમ ન ગણવો. મિત્ર માટે નો પ્રેમ, માતા-પિતા માટે નો પ્રેમ, ભાઈભાંડુ માટેનો પ્રેમ, નજીકના દરેક સંબંધમાં પ્રેમ હોય જ છે અને જ્યાં પ્રેમ હોય ત્યાં અપેક્ષા હોવાની જ.

જ્યારે અપેક્ષાઓ પૂર્ણ ન થાય ત્યારે દુઃખ થાય તો તમારો સંબંધ હજી એવો જ અકબંધ છે માનવું પણ જો અપેક્ષા પૂર્ણ ન થાય અને દુઃખ પણ ન થાય તો ક્યાંક તમારા પ્રેમમાં ઓછપ આવી હોય એવું બને.પોતાના લોકો આગળ તો અપેક્ષા રાખવી જ જોઈએ અને આગળ કહ્યું એમ અપેક્ષાને પ્રેમ બંને એકબીજાના સંલગ્ન તો છે અપેક્ષા એટલે આશા પણ ખરી એવી આશા છે કે જેમાં વિશ્વાસ હોય છે.

અપેક્ષા-આશા અંગે માનનીય કવિ કલાપીએ લખ્યું છે કે

"આશા એ તો મધુર કડવો અંશ છે જિંદગીનો છેદાયે ના જીવીત લગી, એ છેદતાં જીવ જાતો"

અપેક્ષા તો દરેકને હોય છે કોઈને વખાણની અપેક્ષા કોઈને ભેટની અપેક્ષા કોઈને ભેટવાની અપેક્ષા, કંઈક મેળવવાની અપેક્ષા તો કંઈક આપણા માટે ગુમાવે એવી અપેક્ષા , કોઈ ફોન કરે એવી અપેક્ષા તો કોઈ સાથે આવે એવી અપેક્ષા, સોશિયલ મીડિયામાં તો હવે લાઈકની અપેક્ષા કોમેન્ટની અપેક્ષા અને શેરિંગ ની અપેક્ષા પણ એક મહત્વનો ભાગ થઈ ગઈ છે. અને જે જરાય ખોટું નથી તમે જે કાર્ય કરો છો એનું પરિણામ તમે અલગ રીતે ઈચ્છી રહ્યા છો. કેટલીય અપેક્ષાઓને આપણે ડગલે ને પગલે મનમાં જન્મ આપતા હોઈએ છીએ હું તો એવું માનું છું કે અપેક્ષા પૂરી એટલે તમારો સંબંધ પુરો.(#MMO )

અપેક્ષા નો અંગ્રેજી અર્થ કોઈએ જોયો હશે તો ડિક્શનરીમાં પણ પહેલા એનો અર્થ એક્સપેક્ટેશન નહીં પણ રિક્વાયરમેન્ટ અને need આવે છે. એટલે કે અપેક્ષા જે જરૂરિયાત છે ,એવા લોકો માટે જે આપણી પાસે છે. હું તો માનું છું કે અપેક્ષા હોવી જ જોઈએ અને અપેક્ષા થવી જ જોઈએ જો અપેક્ષા ન રહે તમારા સંબંધમાં તો સંબંધને ફરી એકવાર જોવાનું સમય આવી ગયો છે.
અપેક્ષાનો અંત તમારા સંબંધમાં પૂર્ણવિરામ લાવે છે.
અપેક્ષા વિનાના સંબંધ એટલે શ્વાસ વિનાનું શરીર (#માતંગી )

Gujarati Blog by Matangi Mankad Oza : 111305002
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now