પીડા કેવી પેટની મોટી એ કેટલાં સામાધાન કરાવે.
પીડા કેવી પેટની મોટી એ ચમરબંધીને પણ ઝૂકાવે.
હોય મૂછે તાવ દેતા જેનાં પગલે ધરણી ધ્રૂજનારી,
પીડા કેવી પેટની મોટી એ મહિપતિને પણ નમાવે.
રહે ખાલી તોય ઉપાધિ ભરપૂર ભર્યે થાય ઉત્પાત,
પીડા કેવી પેટની મોટી એ ચતુરનેય ચાકર બનાવે.
સ્વમાની હોય ગમે તેવા એને " હાજી હા" બોલાવે,
પીડા કેવી પેટની મોટી એ સ્વજનનેય દૂર રખાવે.
ભૂલાવે કદી નિજ સ્વભાવને સાચાં ખોટાં અપનાવે,
પીડા કેવી પેટની મોટી એ નમાલાનેય નૃપ કહેવડાવે.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.