*લાગણી ની ઓળખ* ૧૧-૧૨-૨૦૧૯
આપણાં સંબંધ મોટાભાગે ખોટું બોલવાથી નહીં પણ,
સાચું બોલવાથી તૂટી જાય છે લાગે છે જે બહુ પાસે છે,
જ્યારે જરુર હોય ત્યારે જ એ દુર થઈ જાય છે.
મને ક્યારેય કાંઈ ગુમાવ્યા નો અફસોસ નથી થતો,
પણ હા છેતરાયા નું દુઃખ જરૂર થાય છે.
હું મારી આ વેદના છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરું છું અને,
અને મારી એ દિલની ભાવનાઓ વ્યક્ત થઈ જાય છે અને બધાં ને મન હું કંઈ સમજતી નથી..
હું એમને લાયક જ નથી એથી જ હું લાગણી ઓળખવામાં કાચી પડું છું....
ભાવના ભટ્ટ અમદાવાદ.....