વ્હાલનો દરિયો......
દીકરી છે ભૈ વ્હાલનો દરિયો,
સદાયે પ્રેમથી એ તો ભરિયો.
ત્યાગ ભાવના,તરંગ ઉછાળે,
લક્ષ્મી રુપે અવતાર ધરિયો.
દીકરાથી પણ સવાયી દીકરી,
તો પછી આ ભેદ કોણે કરીયો.
તુલસી ક્યારો આંગણે પાંગર્યો,
ઉરમાં આનંદ ઘણો વિસ્તરીયો.
આભાર માનું ખૂબ પ્રભુ આપનો,
કન્યાદાન કેરો મળ્યો અવસરીયો.