Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં એકલતા જ કોરી ખાય છે તારા વિના.
મકસદ જિંદગીનો ક્યાં સમજાય છે તારા વિના.

આમ આવીને મારી સૂની જિંદગી મહેકાવી ગઈ,
તારી વિદાય મને અકળાવી જાય છે તારા વિના.

હતું મારું જીવન સહરાના રણ સમું તપ્ત સાવ,
તારું આગમન હજુ મમળાવી જાય છે તારા વિના.

બનીને કોકિલા આવી મુજબાગે વસંત વિકસાવી,
યાદોથી બસ મન આજે કેટલું મૂંઝાય છે તારા વિના.

પકડી એકમેકનો હાથ જીવન આસાન લાગતું મને,
શાંત મનને એ વિહ્વળ બનાવી દુઃખાય છે તારા વિના.

ચૈતન્ય જોષી " દીપક " પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111304067
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now