તું એમ ન સમજ કે હું વિસરી ગઈ તને
રગેરગ માં દોડતા રુધિર ની જેમ
તારો ખાલીપો તમર ચડાવી દે છે મને
બધિર બની ગઈ છું ક્યાંક આ યાદો માં
આંખો ના તેજ ને પણ વિલું બનાવી બેઠી છું એ જ વાતો માં
હૃદય કેટલીય હદે જુરે છે જજુમે છે તને જંખવા
પણ મન ક્યાંક ને ક્યાંક સાવ ચકરાવે ચડવી દે છે
ક્યારેક થાય બધી જ વ્યથા ને વિચાર મૂકી બસ જડી જાવ
તને એકવાર
પણ ત્યાં જ યાદ આવી જાય ક્યાંક નફરત કરી બેસીશ અપાર તું મને તો
ત્યાં જ થયા કરે તારી નફરત પણ સ્વીકાર્ય હશે
બસ એક વખત મળી જાવ તને એક ક્ષિતિજ સાથે!!
-Hina Modha.