માણસ શોધો સારો,
તો અંદરથી ખારો નીકળે.
જયાં મળે માણસ શાણો,
તો અંદરથી કાણો નીકળે.
માણસ શોધો..
બ્હારથી લાગે દૂધ ધોયેલો,
જાખો જઈને અંદર તો એ કાળો નીકળે.
માણસ શોધો..
એ લાખ ધોયલે હાથ ભલે,
પણ પગથી પાપનો ગારો નીકળે.
માણસ શોધો..
લાગે એતો માણસ મોટો,
પારખો જયારે સિક્કો તો એ ખોટો નીકળે.
માણસ શોધો..
માણસ લાગે ચાંદા જેવો,
સ્પર્શો જયારે રાતે તો શિનાળો નીકળે.
માણસ શોધો..
-હિતેશ ડાભી 'મશહૂર'