એક વિચાર...
પ્રિયંકા રેડ્ડી રેપ કેસના આરોપીનું હૈદરાબાદ પોલીસે એન્કાઉન્ટર કર્યું અને એ સાથે જ પ્રિયંકાના મા બાપ સહિત દેશના કરોડો નાગરિકના મનમાં પ્રિયંકાને ન્યાય મળ્યો એ ભાવ આવી ગયો જે એકદમ યોગ્ય જ છે. પણ શું આ કાયમી ઉકેલ છે.!?
બહુ ઓછાં પોલીસ ઇન્સ્પેકટર વી. સી. સજ્જનાર સાહેબ જેવા પગલાં લઈ શકે છે. એના કરતાં સરકારે આવા કેસ માટે મજબૂત ન્યાય પ્રણાલી અસ્તિત્વમાં લાવવી જોઈએ. એના માટે જેટલું બને તેટલું જલદી આવા કેસના ચુકાદા આપવા જોઈએ અને દોષી માટે કડકમાં કડક સજાની જોગવાઈ હોવી જોઈએ જેથી બીજી વાર કોઈ વ્યક્તિ આવો અપરાધ કરતા પણ વિચારે.
લાંબો સમય સુધી ચાલતા કોર્ટ કેસના લીધે દેશની કેટલીય દીકરીઓ અને તેના માતા પિતા કે કુટુંબી હજી પણ ન્યાયની રાહમાં કોર્ટમાં ધક્કા ખાતા હશે. કદાચ આ લાંબા સમયગાળા દરમ્યાન તેમને કેસ પાછો ખેંચવા મજબૂર પણ કરવામાં આવ્યા હોય.
એક સ્ત્રી જે યાતનામાંથી પસાર થઈ હોય છે એ તો ક્યારેય ઓછી નથી થવાની પણ હા.. એને જો યોગ્ય ન્યાય મળશે તો એનો આક્રોશ મહદઅંશે ઓછો થશે અને આવા અપરાધનું પ્રમાણ પણ ઘટી શકે છે.
શેફાલી શાહ