શું કહું સખી તને..
આ વેરાન રાતે કોઈ યાદ આવે મને,
દૂર વાડ માં બોલતા તમરા નો અવાજ સાથ
આપે હવે તો મને.
શું કહું સખી તને..
શિયાળા ની પ્રથમ પહોરે એની બાહો
ની હુંફ યાદ આવે મને,
દૂર મંદિર ની ઝાલર નો રણકાર સાથ આપે હવે તો મને.
શું કહું સખી તને..
રસ્તે જતાં આવતાં દરેક સ્થળે એનો આભાસ
થાય મને,
દૂર થી આવતી રેલગાડી ની સીસોટીના સંભળાતા
તરંગો સાથ આપે હવે તો મને.
શું કહું સખી તને..
મન ને શરીર થાક્યું હવે રાહ જોઈ પણ
દૂર ક્યાંક દિલ ના કોઈ ખૂણા માં આશા નું કિરણ
સાથ આપે હવે તો મને.
વળી પાછો આવી ઝાલે મારો હાથ..
શું કહું સખી તને..શું કહું સખી તને..