એક હુરપરીને જોઈ આંખો એવી તો ઠરી,
રોકી હવાઓને કહું ચાલ વાત એની કરી.
ચુમતી એ ગાલોને લટ જરા તેણે દૂર કરી,
ચમકદાર ચહેેરે મારા દિલમાં રોશની કરી.
આમતેમ કંઈક શોધતાં નજર આ તરફ ફરી,
દિલ ચીરાયુ, ના સમજાણું કાજલ હતું કે છરી.
Bhavesh
વ્યથા જોઈને હવા બોલી, "આ તો ભારે તેં કરી".!
કર એક કામ એ દિવાના, તું વેશ મારો લે ધરી.
વિંટળાઈ જઈ કામણગારીને આલિંગનમાં ભરી,
સ્પર્શી તેના અંગે અંગને રોમે રોમ રોમાંચિત કરી.