દર વર્ષની જેમજ આ વર્ષે પણ એ બાળકી પિતાની આંગળી પકડીને મેળામાં ફરવા ગઈ......
ચકડોળ.... મોતનો કુવો....મકાઈભૂટ્ટો .... પાણીંપુરી...
પછી દર વખતની જેમજ રમકડાંની દુકાને....
પિતાએ દુકાનદારને કહ્યું, એક સરસ ઢીંગલી આપો......
બાળકી બોલી.... ના પપ્પા ઢીંગલી નહી મારેતો પેલી રમકડાંની બિલાડી લેવી છે...
પિતાને આશ્ચર્ય થયું " પણ તુતો દર વર્ષે ઢીંગલી લેય છેને....."
બાળકી : " ઢીંગલી બહું ગમે છે પપ્પા પણ લઉને ક્યાંક એનાપર રેપ થાય તો..... !! ......એટલે બિલાડી લઉં છું, પશુઓમાં રેપતો નથાય."
એના પિતા સામેના મોતના કુવાની સીડીને ફાટી આંખે જોતા રહ્યા.....
મેળાના ઘોંઘાટમાં અવાજ આવતો હતો.... ચલો ચલો મોતનો કુવો..... એક બાઈક પર છોકરી.... ગાડી... બીજી બાઈક... મોતનો કુવો.... છોકરીની વીના હેલ્મેટે દીલધડક બાઈક રાઈડીંગ.......