Gujarati Quote in Blog by S I D D H A R T H

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બદલો...
૧૩ ઓગસ્ટ,૨૦૦૪ નાં રોજ ૩૨ વર્ષનો ગુનેગાર અક્કુ યાદવ નાગપુર જિલ્લાની કોર્ટમાં જઈ રહ્યો હતો.યાદવ બહુ મોટો ભાગફોડિયો હતો,હત્યા,બળાત્કાર, ખૂન,મારામારીનો આરોપી હતો. ચારેબાજુ ખબર ફેલાઈ ગઈ કે અક્કુને જામીન મળી જશે..કસ્તુરબા નગર અને આજુબાજુના સ્લમ એરિયામાં થી ૨૦૦ સ્ત્રીઓ પોતાની પાસે શાક શમારવાના ચપ્પુ,મરચાનો ભૂકો અને નાના પથ્થરો સંતાડીને કોર્ટ તરફ ધસી જાય છે. કોર્ટમાં યાદવ આવે છે અને તેણે બળાત્કાર કરેલી એક સ્ત્રીને જોઈને બૂમ પાડે છે કે હું તારા ઉપર ફરીથી બાલાત્કાર કરીશ. સ્ત્રીઓ રણચંડી નું રૂપ ધારણ કરે છે ,યાદવને ચારે બાજુથી ઘેરી લે છે(મોબ લિંચિંગ!).પેલી સ્ત્રીએ અક્કૂને ચપ્પલ મારવાનું ચાલુ કર્યું.. તેનાં ઉપર મરચાનો ભૂકો છાંટ્યો અને પથ્થરો ફેક્યાં..અને ચપ્પુના ઘા કરવાનાં ચાલુ કર્યા..એક, બે નહીં પૂરા સીતેર ઘા!! બાલાત્કારનો ભાગ બનેલી એક સ્ત્રીએ તેનું પેન્ટ ઉતારી એક ઝાટકે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું...આ બધું કોઈ અંધારામાં નહીં પણ ધોળે દિવસે સાત નંબરની કોર્ટમાં મર્બલ ની ફર્શ પર થયું હતું..
દસ વર્ષથી યાદવ સ્ત્રીઓની છેડતી અને ઈજ્જત સાથે રમતો,પોલીસને લાંચ આપી દૂર રાખતો..પણ પાપ નો ઘડો તે દિવસે ભરાઈ ગયો અને પીડિત સ્ત્રીઓની ધીરજનો બંધ પણ તૂટી ગયો...સ્ત્રીઓની આગેવાન ઉષા નારાયણ ને ગુના હેઠળ પકડવામાં આવી જે પછી ૨૦૧૨ માં છૂટી જાય છે.. સ્લ મ એરિયાની એક એક સ્ત્રી આગળ આવી ને ગુનો કબ્લ્યો કે અમે લીંચિંગ કર્યું હતું..૨૨ વ્યક્તિ ને પકડવામાં આવે છે પણ પુરાવા ને અભાવે છોડી દેવાય છે..આ ઘટના નાં બે અઠવાડિયા પહેલાં યાદવ ઉષા નારાયણ ને ત્યાં ધમકી આપવા( બળાત્કાર અને એસિડ ફેકવાની) ૨૦ લોકોને લઈ ને ગયો હતો પણ ઉષાએ દુર્ગાનું સ્વરૂપ ધારણ કરીને ગેસ થી પોતાનું ઘર ઉડાડી દેવાની ધમકી આપી એટલે બધાં ભાગ્યાં હતાં..તે પછી ટોળાએ યાદવ નું ઘર સળગાવી દીધું હતું...સ્ત્રીઓ એ પોતાની ઈજ્જત સાથે ખેલનારને પોતાની હાથે જ મારી કાયમ ની શાંતિ મેળવી લીધી હતી..
૨૦૧૩ માં આ યાદવ નાં ભત્રીજા આમાન યાદવ ને આવાજ સંજોગોમાં ટોળાએ મારી નાખ્યો હતો...
ન શહીદી,ન જૌહર..તાબડતોબ ન્યાય અને ગૌરવભરી જિંદગી..

Gujarati Blog by S I D D H A R T H : 111299832
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now