જગતનાં ચોકમાં માણસે પોતાની લાયકાત સાબિત કરવી પડે છે,જગત એમનેમ નથી સલામ ભરતી.પોતાનો મતલબ પત્યે માણસજાત પાસેથી ઉપેક્ષા થી વિશેષ કોઈ આશા ન રખાય હા "ગરજેજ ગધેડાને બાપ" કહેવો એ ગુણ આપણે ખુબ ખીલવ્યો છે. શેરીમાં આડે પગે આવતાં પત્થર નેય કેટલી કષ્ટી ઉઠાવવી પડે ત્યારે તેની મંદિરમાં ગર્ભગૃહે સ્થાપનાં થાય ને આ તકસાધુ જગત પોતાનાં ફાયદા ખાટવા મસ્તક નમાવે છે. એક કોમળ ફૂલને ઉકળતી વેળાએ કેટલી વેદના થઈ હશે પણ છતાં એ હરહંમેશ માત્ર સુવાસ ફેલાવે છે,કારણ કે મહેકવું એજ તો તેની પ્રકૃતિ છે ચાહે તે ફૂલ હોય કે પછી અત્તર. એમ આ પ્રેમીઓની આજ અવદશા હોય છે ને કોઈ પણ ભોગે પોતાનાં પ્રિય પાત્ર ને પામવું, પ્રેમની અભિવ્યક્તિ નો ભલે મારગ નોખો નોખો હોય પણ છેલ્લી અભિલાષા પોતાની પ્રેયસીને કોઈ પણ ભોગે પામવા માત્રની જ ને. વાતનો સાર એટલોજ કે પ્રત્યેક જીવ પ્રકૃતિએ જ વર્તે છે ને જો આમ નથી તો પછી વિકૃતિ-વિનાશ-વિપદા......