Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બળાત્કારની ઘટના પછી આ દેશ જાગે,
મીણબત્તી સળગાવી પછી ન્યાય એ માંગે !

રસ્તે ચાલતી સ્ત્રીને પણ તાકી તાકી ને જોયા કરે,
ભોગ બનેલી દીકરીને પછી પોતાની બહેન એ માને !

એક સ્ત્રી ઉપર હાથ ઉઠાવી મર્દ બનવાનો દાવો કરતા,
એ પુરુષો જ આંદોલનોના ટોળા સાથે ભાગે !

આજે હલ્લો છે, કાલે પાછી શાંતિ જ ફરી વળશે,
સોશિયલ મીડિયાની પોસ્ટને બધું હવે બનાવટ લાગે !

અવાજ ઉઠાવે છે જે આજે એક સ્ત્રીના ન્યાય માટે,
તેમાંથી કોઈ બહાર આવી કુમળા ફુલને પિંખી નાખે !

નીરવ પટેલ "શ્યામ"

Gujarati Blog by Nirav Patel SHYAM : 111298408
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now