Gujarati Quote in Poem by Niyati Kapadia Nirjhar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વીતી ગયેલો સમય
ક્યાં પાછો ફરે છે ક્યારેય
અને તોય
એ સમયે આપેલા ઝખમ
ક્યાં રૂઝાય છે ક્યારેય

હસતા તો મેં શીખી લીધું
એને મારી
આવડત કહો કે પાગલપન
હસતા ચહેરા પરની આંખોની
એ ભીનાશ તને દેખાય છે ક્યારેય

જીવવાના બે જ રસ્તા છે
એમાંથી પસંદ એક મેં કરી લીધો
રડીને નહિ હસીને જીવવાનો
દર્દ કોઈને ક્યાં સમજાય છે ક્યારેય

હવે તમે એમ પૂછો કે
તું આટલું બધું હસે છે કેમ
મારો જવાબ હશે
થોડું વધારે ખીલેલું સ્મિત
રહસ્ય એ તને નહિ સમજાય ક્યારેય
- નિયતી કાપડિયા

Gujarati Poem by Niyati Kapadia Nirjhar : 111298293
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now