હાય હાય હાય તણું હેમ હણાય છે,
કોઈ તો પૂછો ચોર ક્યાં લાઇ જાય છે,
શું ચોરી કરેલું એને પણ કામ આવે છે,
લાય લાય લાય થાય જ્યાં જગત તણી. (૧)
જગતજનની પૂજાય ને અન્ય જનની જનાજે જાય છે,
મન મૂકી લોકો મન તોડી જાય એમ કે'તા કે મયલમાં કાંઈ ન્હોતું,
કેટલાનાં ભાવિ આમ રોડાય છે જે રોતા રોતા રામ રમી જાય છે. (૨)
હર હર હર હણ તું હણ હથિયાર છે તું હાથ હેમખેમ છે,
કણ કણ કર તું એને અડનારના આડંબર ખુલા પડે છે હવે,
તું નથી કોઈ મદ્યપાન કોઈ પણ નશો કરે તારો હેમખેમ રહે,
ઉકળતી કડક ચા બન ખોટી રીતે જે મો મારે મો ભર પછાડ તું. (૩)
હાય હાય હાય હેમ ન હણાય હવે
હણે હવે હાકોટે નાર કૂકર્મી નર હવે
હેમ હવે હચવાય એમાં જ હાંશકારો છે (૪)