કહો આટલી આઝાદીથી કેમ બળાત્કારીઓ ફરે છે ?
ક્રુર રીતથી કેટ કેટલી નિર્દોષ દીકરીઓ મરે છે
ક્યાં સુધી ઉતારતા રહેશો નરાધામોની આરતી ?
કેમ કરીને રાજી થાશે આપણી માં ભારતી ?
દોષિતોને મોત આપતા કાયદો કેમ ડરે છે ?
કહો આટલી આઝાદીથી કેમ બળાત્કારીઓ ફરે છે ?
જોશ લક્ષ્મીબાઈ જેવો તમે હવે બતાવો
એક એક ને પકડીને એને જીવતો જલાવો
'અંદાજ ' આ આંધળી જમાત વોટ માટે જ ચરે છે ?
કહો આટલી આઝાદીથી કેમ બળાત્કારીઓ ફરે છે ?