અરમાન જિંદગી ના પુરા થાય તો ઘણું છે,
બે ચાર કામ સારા થાય તો ઘણું છે,
મુશ્કેલ જિંદગાની એની તો મજા છે,
પણ જીગર થી જામ એનો જીરવાય તો ઘણું છે,
લવલેશ મોતનો ડર મુજને નહિ સતાવે,
પણ ક્યાંક મહેફિલ માં ખોટ મારી વર્તાય ઘણું છે,
વધુ નથી બાકી અબળખો જીવનમાં,
પણ ઈજ્જત નું કફન ઓઢીને મરાય તો ઘણું છે.