Gujarati Quote in Romance by anahita

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અને મને ફરીથી પ્રેમ થઇ ગયો,

 બગીચામાં એક બાંકડે એકાંત માં બેસીને જયારે અમે  વાતોમાં તલ્લીન હતા,
એનું માથું મારા ખભે મુકેલું હતું ને હું એને માત્ર સાંભળ્યે જતો હતો, 
એની વાતો માં હમમ જેવા સુર પુરાવતો એને માણતો હતો,
 ત્યાંજ,અચાનક એ ઉઠી ગઈ ને મારી આંખો માં આંખ નાખી ને બોલી,"ક્યારેય મને એકલી મુકીને નહિ જાય ને?? ?
અચાનક આવા અણધાર્યા હુમલાની આશંકા નહતી એટલે હું પણ ઝબકી ગયો,
કઈ બોલું એ પહેલાજ એ ફરીથી બોલી,જીવી લઈશ તારા વગર,
પણ માત્ર એક નિર્જીવ શરીર સાથે આત્મા તો તારામાં સમાઈ ગઈ છે....
અને ગંભીર ચેહેરા સાથે એ માસુમ રડમસ થઇ ગઈ,
મને લાગ્યું એ રડી પડશે,એટલે તરતજ મેં એને પકડી ને એની આંખો માં જોઈને જવાબ આપી દીધો,
"નાં"
અને આજે મને "એની" સાથે ફરી  પ્રેમ થઇ ગયો...
                               #archana

Gujarati Romance by anahita : 111297962
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now