Gujarati Quote in Book-Review by Hardik Lakhani

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"એ ડફોળ, મોબાઈલ મા વાત કરતો કરતો ગાડી ના સલાવ, ગાડી સાઈડ મા રાખી દે અને વાત કરી લે."પાખી ચિડાઈ.

મેં મોબાઈલ કાને રાખી તેની સામે જોયું અને એની આખો મા રોષ જોય મેં કાર નર્મદા કેનાલ ની બાજુમાં રહેલ જગ્યા પર ઉભી રાખી.

હું નીચે ઉતારિયો અને મોબાઈલ પર વાત કરતા કરતા કેનાલ બાજુ થોડું ચાલ્યો.પાખી ગાડીમાં જ બેઠી રહી. કેનાલ મા વહેતા પાણી ને હું જોઈ રહ્યો હતો. વહી જતા પાણીમાં જાણે અચાનક જ યાદો ના વમળો ઉછાળીયા. મારાં હોઠો પર એક વિષાદયુક્ત સ્મિત આવી ગયું.

પાખી અને હું છેલ્લા ઘણા વર્ષો થી એક બીજા ને ઓળખાતા હતા. પાખીને મેં પહેલી વાર કોલેજ મા જોયેલી. પાંચ ફૂટ સાત ઈંચ ની ઉછાઈ ધરાવતી પાખી, શ્યામળો વાન, ઉપલા હોઠ પર સાઈડ મા એક નાનકડું તલ, ભરાવદાર કેશ, ટટ્ટાર સાગના સોટા જેવી કાયા, મોટી મોટી આખો, અને સૌઉથી વધારે ઘ્યાનાકર્શક તેનું ડ્રેસિંગ સેન્સ. તેને પ્લેઇન પણ કલરફુલ કપડાં પહેરવા બહુ ગમતા.

મારી ઓળખાણ એની જોડે અક્સમાતે જ થયેલી. કોલેજ ના બીજા સત્રમા પ્રોફેસર ભાર્ગવે અમને બંને ને જોડે એસાઇમેન્ટ આપેલું.

એ દિવસથી પાખી મારી બાજુમાં બેસવા આવી હતી.

મારાં વિશે ખબર નહિ એને શુ લાગ્યું હશે પણ હું નાનપણથીજ આવી બધી બાબતોમાં બેખબર હતો. છોકરીઓ જોડે કેવી રીતે વર્તવું, કેમ વાત કરવી એ બધું મારાં માટે ગણિતની ફોર્મ્યુલા જેવું
અટપટું હતું.

ક્રિકેટ અને વોલીબોલ આ બે સિવાય મારી ઝીંદગીમાં બીજી બધી વસ્તુઓનું મહત્વ ગૌણ હતું. હું પ્રથમ વર્ષમાંજ કોલેજ ની ક્રિકેટ ટીમ નો કેપ્ટન બની ગયો હતો અને વોલીબોલ ટીમ મા પણ હું સ્ટાર ખેલાડી કહેવાતો.

ભણવામાં હું સાવ ઢ તો ના કહેવાવ પણ ઠીક ઠીક માર્કે પાસ થઇ જતો. જે દિવસથી પાખી મારી બાજુ મા બેઠી તે દિવસે પહેલી વાર કોઈ છોકરીને આટલી નજીકથી અને ધ્યાનથી જોય. એના શરીર માંથી આવતી સુગંધથી હું થોડીવાર મદહોશ જેવો થઇ ગયો. "શેલ વિ બિગન "? એના મીઠાં ઘંટડી જેવા રણકાર થી મારી આખો ખુલ્લી અને એને હું બાઘાની જેમ તાકિ રહ્યો. એને મારી સામે ચપટી વગાડીને મને જાગૃત કર્યો, એ મારું મોઢું જોઈને ખડખડાટ હસી પડી. હું પણ માથું ખંજવાળતા ખંજવાળતા હસી પડ્યો.

"જો પાખી, મને છે ને છોકરીઓ જોડે થોડું ઓછું ઓછું ફાવે છે, એટલે એમ નહિ કે જેમ તું સમજી એમ, પણ મને એમજ એવું બધું ઓછું ફાવે કે,,,,,,,, તું સમજી ને કે હું શુ કહું છું "? મેં લવારા કર્યા. પાખી શરારતી સ્મિત સાથે મારી સામું જોય રહી અને એને મરો હાથ પકડીને ડાયલોગ માર્યો "કહતેહે કિસી સીઝકો દિલસે સાહો તો પુરી કાયનાત સે ઉસસે તુમસે મિલનેકી પુરી કોશિશ મેં લગ જાતી હે ". અને નાટકીય અંદાજમા સાતી પર હાથ મૂકીને એનું દિલ નીચે બેન્ચ પર ફેંકતી હોય તેવા સાળા કર્યા."મેં આજભી નીચે ફેંકી હુયી ચીજ નહિ લેતા મેડમ "મેં સામો ડાયલોગ માર્યો અને એને બેન્ચ પર ફેંકેલું દિલ હાથમા લઈને હવામાં ફૂંક મારીને ઉડાડતો હોવ એવું નાટક કર્યું. એને મારી સામું જોઈને આશ્વર્ય વ્યક્ત કર્યું "નોટ બેડ યાર !"અને અમે બંને હસી પડ્યા. એ દિવસથી અમારી દોસ્તી પાક્કી જામી.

અને સમય જતા જતા આ દોસ્તી ક્યારે પ્રેમમાં પલટાય ગઈ તેની ખબરજ ના પડી.તે દિવસથી હું ને પાખી હજી જુદા નથી પડ્યા. હું પાછો કારમાં બેસી ગયો.

લી.
હાર્દિક લખાણી

Gujarati Book-Review by Hardik Lakhani : 111297271
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now