Gujarati Quote in Microfiction by Matangi Mankad Oza

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#નવોઢા

"રેવા આ તારું જ ઘર છે , તને ગમે તે રીતે રાખજે" સપનાએ પોતાની નવી હજી આજે તો આવેલ પોતાના એકના એક દીકરાની પત્નિ ને ઘરની બાગડોર આશીર્વાદમાં આપતાં જણાવ્યું. રાઘવ સહિત બધા કુટુંબીજન સ્તબ્ધ થઈ ગયાં.(#MMO ) "હજી તો એક દિવસ પણ નથી થયો ને તું શું કરે છે ?", સપનાની માસી એ સપનાને ટોકતાં કહ્યું "માસી અત્યાર સુધી દરેક વસ્તુ મારા અનુકૂળતા ને સમજણ મુજબ થતી અમે નાનકડું જ તો કુટુંબ છીએ ત્યાં બે વ્યક્તિ ઘર ચલાવવા રહેશે તો ગડબડ વધશે. અને જરૂર પડે હું રેવા ની સાથે જ છું પણ હવે નવા રિવાજો અને બદલાવ ની જરૂર હોય ત્યાં રેવા વધુ સમજીને બધું કરી શકે." રેવાએ પોતાના સાસુ ને ભેટીને બદલાવની શરૂઆત કરી દીધી(#માતંગી )

Gujarati Microfiction by Matangi Mankad Oza : 111297256
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now