એક રસ્તે બેઠેલ ચિંતાતુર છોકરીને જોઈને લખેલ
મને નથી ખબર
એલાર્મ થી નહીં પણ ઉજાગરાથી બળતી આંખથી ઝબકીને,
અંધકારનાં ઉજાગરાથી જાગીને ક્યાંક ભાગતી સવારે,
કૂણાં તડકાને શરીર પર સ્પર્શતી,
કોઈ પંખીનાં ઉડવાથી પડેલ રેતીમાં બેસીને,
હું કોણ હતી ને, ક્યાં હતી મને નથી ખબર !
~ 'વિષ' વિશાલ રાઠોડ