Gujarati Quote in Thought by Jimmy Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શાળા પુરી કરી રહેલા વિધ્યાર્થી ને આપ શુ સલાહ આપશો ? (પ્રતિલિપી મા પુછાયેલો સવાલ)

(પરશુરામ શિક્ષા લઇ રહેલ કૃષ્ણ ની શિબિર મા પ્રવેશતા)

પરશુરામ - કેમ છો કૃષ્ણ.

કૃષ્ણ - પધારો ગુરુવર, તમને પ્રણામ કરુ છુ.

પરશુરામ - આજે તમારી શિક્ષા નો છેલ્લો દિવસ છે એટલે આવ્યો છુ.

કૃષ્ણ - તમને પ્રણામ કર્યા ગુરુવર. તમે આશિર્વાદ ના આપ્યા ?

પરશુરામ - તમને આશિર્વાદ ની ક્યારથી જરુર પડવા લાગી કૃષ્ણ. શત્રુ અને અધર્મીઓ ના પાપથી પ્રૃથ્વી ધ્રુજી રહી છે તો લો આ તમારુ શસ્ત્ર અને એમનો વિનાશ કરો. રાસલીલા બહુ રમી લીધી, શિક્ષા બહુ લઇ લીધી, માખણ બહુ ખાઇ લીધુ. હવે જે કામ કરવા આવ્યા છો એ કાર્ય પર લાગી જાવ અને જગત નો ઉધ્ધાર કરો.

બસ એજ રીતે.....

હે પુખ્ત જીવ. તારા બાળપણ ના સુવર્ણ દિવસો હવે પુરા થયા. હવે દુનિયા ને જોવા ની દ્રષ્ટિ તારી બદલ. હવે લોકોનો જોવાની દ્રષ્ટિ તારી બદલ. તુ જિંદગી ની જવાબદારીઓ ના માર્ગ પર પેહલુ પગલુ ભરવા જઇ રહ્યો છુ. કોઇ તને સાચી દિશા બતાવશે તો કોઇ તને ખોટા માર્ગે પણ દોરશે પણ તારે સાચા રસ્તા ની સમજ પોતે જ કેડવવી પડશે.

Gujarati Thought by Jimmy Jani : 111296498
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now