Gujarati Quote in Story by મંજય

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છેલ્લો ઝઘડો...
મારા ઘરકામ કરતા માસી કે ..બેન મારે દેશ માં જવાનું છે,કાયમ માટે એમ કહી રડવા લાગી.મને કે તમે બહુ
યાદ આવશો.મારી પણ આંખ ભીની થઈ ગઈ કારણ કે
છેલ્લા ત્રણ વર્ષથી મારા ઘરે કામ કરતી હતી ને ઘરની
સભ્ય થઈ ગઈ તી. હું બીમાર હોઉ તો એ કાયમ કે
નજર લાગી છે ને પછી માથે થી લોટો ઉતારે પેલા
થોડું અજુગતું લાગતું પણ એના પાછળ ની લાગણી
થી હું કઈ ના બોલતી.કેટલીય વાર અમે બે કામની
માથાકૂટ માં બોલ્યા હોઈશું પણ છેલ્લે એને રડતી જોઈ
બહુ દુઃખ લાગ્યું.ત્યારે એમ લાગ્યું કે ચાલ આ પળ ને
યાદ બનાવી લઉં.એટલે મેં એને એક એક કરીને બધા વાસણ ફરી સાફ કરાવ્યા તો એ બગડી ને મારી સાથે
ઝઘડો કર્યો.ને કે બીજી આવે ને તો એના જોડે આવું
ના કરતા આતો હું હતી તે ચલાવતી .હું એની સામે જોઈ
ને હસવા લાગી ને બોલી હવે રડું નથી આવતું? તો મારી સામે જોઈ રડતા રડતા બોલી..
બેન કેટલાય ઘરકામ કર્યા પણ કોઈ યાદ નહિ રે પણ....
.... આપણા ઝઘડા....યાદ આવશે..ને એ ભીની આંખે
વિદાય થઈ.. [ આજ નો જ કિસ્સો વાર્તા રૂપે..]

Gujarati Story by મંજય : 111296028
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now