Gujarati Quote in Thought by Murtuza Dhilawala

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક પરદેશ રહેતા વ્યક્તિ ની કહાની...

ભગવાન, થોડી જીંદગી બાકી રાખજે કે મારા દેશમાં મારે જીવવું છે!

કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ છે કે હું ફાવી ગયો છું,

અહીં કોઈ કોઈને બોલાવતાં બીવે છે, ને મારા દેશમાં લોકો એકબીજાને જોઈને જીવે છે

અનહદ ગરમી માં લેપટોપ સાથે એક રૂમમાં પુરાઈ ગયો છું, ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,

અહીં માણસમાં થી દોસ્ત નીકળી ગયો છે ને ધોળીયાનો સ્વભાવ બધાંને ભર્ખી ગયો છે,

લાગણી વગરના માણસો સાથે ફસાઈ ગયો છું, ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,
કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું

ખાવું છું, ને ઓફીસ જાઉં છું, માણસ માંથી જાણે મશીન બની ગયો છું,
આઝાદ ભારતમાં થી અહીં આવી ફરી ગુલામ બની ગયો છું, ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,

ભગવાન, થોડી જીંદગી બાકી રાખજે કે મારા દેશમાં મારે જીવવું છે,
ફરી ટોળે વળી પેલા ગલ્લે બેસવું છે, બાઈક પર ત્રણ સવારી રખડવું છે,

પોતાના લોકોથી છુટો પડી ગયો છું, ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,

કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ છે કે હું ફાવી ગયો છું..

Gujarati Thought by Murtuza Dhilawala : 111295963
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now