ભૂલ થી ભૂલ થઈ ગઈ.. તારી સાથે મીઠી પ્રીત થઈ ગઈ..
ભૂલ થી યાદ તારી આવી ગઈ... ભૂલ મારી સ્મિત લાવી ગઈ..
અફસોસ નથી મારી ભૂલ પર મને...તને ભૂલ માં જ એ એહસાસ કરાવી ગઈ...
ભૂલ મારી મને સદાય યાદ રહેશે...ભૂલ થી પણ ભૂલાય નહિ એવી યાદ રહેશે...
તું તો ભૂલી ગઈ મને...ભલે ભૂલ સમજી ને
પણ મારી "ભૂલ" ...મને ભૂલવા નહિ દે તને..
ભૂલ થી ભૂલ થઈ ગઈ... તારી સાથે મીઠી પ્રીત થઈ ગઈ..
"બ્રિજ રાજ"