અડીખમ ??
બે દિવસથી ચાલતા તુફાનને જોઈ એક પક્ષી રોજ રાતે તેના માળામાં બેઠું બેઠું વિચારતું કે કાલ બધું શાંત થશે અને મારુ ઘર આ તુફાનમાં જરૂર બચી જશે, ગમે તે થાઈ હું મારા ઘરને ગમે તેમ કરી બચાવીશ પણ એને છોડીશ નહિ.. થોડા દિવસો પછી એ સવાર આવી,બધું શાંત થયું... માળો તો હજુ અડીખમ જ દેખાતો હતો. બધા પક્ષીઓ તુફાન પછી લાંબા સમયે બહાર નીકળ્યા અને નવા માળા બનાવવાના કામે લાગી ગયા...એક પક્ષી એ માળા બનવાના તણખલા એકઠા કરતા કરતા જોયું કે એક વૃક્ષ ધરાશય થઈ જમીન પર પડ્યું છે અને તેની બાજુમાં એક મૃત પક્ષી પડ્યું છે અને આ ધરાશય વૃક્ષ પર માળો તો હજુ અડીખમ જ છે ,આ જોઈ પક્ષી ગુસ્સામાં બોલી ઉઠ્યું ' આ માળો વળી એવો તો કેવો અડીખમ ?? બસ આ દ્રશ્ય જોઈ તે પક્ષીએ ભેગા કરેલા તણખલા ફેંકી દીધા...