નવી આશા, નવી દિશા, નવાં જ સપના,
શા માટે આપણે જુનુ યાદ કરીએ,
ચાલને ફરીથી આપણે જીવી લઈએ.
સંબંધો નથી કાંઇ નવા આપણા,
ઘણું સાથે મળીને જોયું છે,
ચાલને એ દિવસો ફરી યાદ કરી લઈએ.
ભુલોને શોધવાથી શું ફાયદો છે?
એમાં તો માત્ર લાગણીઓ જ દુભાય છે,
ચાલને આપણે ફરી માફ કરી લઇએ.
દિવાના ઝગમગાટથી તો રોશની રેલાઈ છે,
કંઈકેટલાય નાં ઘરમાં ઉજાશ થાય છે,
ચાલને આપણે પણ અંધકાર ને દુર કરી લઇએ.
શાં માટે રહીએ આપણે એકબીજા થી અલગ,
આખરે તો આપણે બંને એક જ છીએ,
ચાલને આપણે બંને ફરીથી મળી લઇએ.
- ગૌરવ મહેતા "મિરવ"