English Quote in Poem by RaJVeeR

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#તમે_માનો_તો_એક_વાત_કઉં ...?

ખિસ્સામાં નથી ભલે ખોટી બે આની છતાં,
ખુશ રહેજો; કારણ એતો આવ-જાવ કરે છે.
#ખાવામાં તાતા 'ને અંબાણી રૂપિયા થોડા થાય છે?
તેમનેય ભરવું પડે અન્નરૂપી બટકું.
#તમે_માનો_તો_એક_વાત_કઉં ...?

ફેશનના જમાનામાં તમને તકલીફ પણ ફાવશે,
આઘા રહેજો; એતો ઘડી-બેઘડી બદલાય છે.
#મિલ -માલિકો પહેરવામાં તાકા થોડા પહેરે છે?
આખરે તો કામ આવશે #દોઢ_ગજ કપડું(કફન).
#તમે_માનો_તો_એક_વાત_કઉં ...?

તમે ગીતા, કુરાન કે બાઇબલ ભલે વાંચી લ્યો,
તેનાથી અર્થ ના સરે; કારણ કર્મથી ઉજળા થવાય છે.
#જોસેફ -ગેટ્સને અલગથી તેડાં ક્યાં આવશે?
કર્મના હિસાબમાં તેમનેય પડશે ઘણું અટકવું.
#તમે_માનો_તો_એક_વાત_કઉં ...?

શિક્ષણ-જગત આજે પ્રયોગશાખા બની ગઈ છે,
ધીર-ગંભીર રહેજો; સુશાશનનું સર્જન આપણે કરવાનું છે.
#ચાણક્ય 'ને #વ્યાસ ક્યાં સુધી તાસીર બદલશે જગતની?
ચાલો આપણેય ઉપાડીયે ઝાડ નહીં તો તણખલું.
#તમે_માનો_તો_એક_વાત_કઉં ...?

#રાજવીર

English Poem by RaJVeeR : 111295044
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now