Gujarati Quote in Poem by Karan Mistry

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્વીકારી લીધી, હાર માની લીધી થઈ ગઈ હતી ભૂલ

શું કરીયે હવે સાચા જવાબનો સવાલ જ ખોટો હતો


હવે લોકોને થોડીને કેહવા જવાય કે ક્યાં ક્યાં ખોટા હતા

એ જ આંગળી ચીંધી કહેશે આને કેટલો દેખાડો હતો


આ તો ઝીંદગી છે સાહેબ સાચી ગણતરીઓય ઉંધી પડે

ત્યારે જ તો ખબર પડે ને કે સગામાં કોણ સાચો હતો


ફરિયાદ કરી આંગળી ચીંધી ને કેટલાય આરોપો લગાડ્યા

અંદર જોયું ખબર પડી કે ખુદ નો ગુનેગાર ખુદ જ હતો


આંધળું અનુકરણ કર્યું, ચાલવા લાગ્યો'તો ઘેટાની સાથે

રહી રહી ને જ ખબર પડી હું મારાથી જ વેગળો હતો


ખિસ્સા ફંફોળ્યા ખાલી નીકળ્યા સિક્કા બેફામ નીકળ્યા

બસ રાતદિવસ એક કરવાં,  એ એક જ રસ્તો હતો

Gujarati Poem by Karan Mistry : 111295020
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now