Gujarati Quote in Blog by Matangi Mankad Oza

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કીટી પાર્ટી હું કરું છું એટલે લખું છું એવું સમજવું હોય તો પણ વાંધો નથી. કારણ અનુભવ વગર કંઈ પણ લખવું મારા સ્વભાવમાં નથી એક વર્ષ થવા આવશે અમારી કીટી ને અલગ અલગ જગ્યા એ અલગ ડ્રેસ કોડ અમે સૌ મહિના ની એ બે કલાક પોતાના માટે જીવીએ છીએ એમ જ કોઈ ને ચાર થતી હશે પણ વાંધો શું ?
શું આખો મહિનો પોતાના ઘરને ૨૪*૭ સમર્પિત કરનારને એટલો હક નથી. કીટી ને બહુ જ નીચા દ્રષ્ટિ થી જોવામાં આવે છે. જો કે દરેક નો દ્રષ્ટિકોણ પણ સરખો ન જ હોય પણ કીટી કોઈ ખરાબ વસ્તુ નથી. કીટી એટલે સ્ત્રીઓ ભેગી મળી ને ચુગલી કરે કે પતા રમે એવું નથી હોતું. કીટી એ પોતાના વિચારો ને રજૂ કરવાનું એક સ્થાન પણ બની શકે છે. ક્યારેક કોઈ સંયુક્ત કુટુંબ માં રહેતું હોય તો ક્યારેક કુટુંબ ના સપોર્ટ વગર આગળ વધતું હોય તો બધા માટે આ જગ્યા પોતાના મંતવ્યો રજૂ કરવાનું સુંદર સ્થળ સાબિત થાય છે.
એક બીજા ના શોખ ને જીવંત કરવાના પણ પ્રયત્ન થાય છે. કીટી મનોરંજન માટે હોય જ છે એ માં હું ના નથી પાડતી પણ આ મનોરંજન કોઈને નુકસાન પહોંચાડી ને કરવામાં આવતું નથી. કીટી ને જોવાનો દ્રષ્ટિકોણ બદલવો જરૂરી છે.
બીજું દરેક વખતે સેવા કે દાન ધર્મ ને સાથે જોડવું પણ જરૂરી નથી. દરેક વસ્તુ એની જગ્યા એ સમય મુજબ થાય એ જરૂરી છે. મનોરંજન અને સેવા ને અલગ જ રાખવા જોઈએ. (#MMO )હું તો ઈચ્છિશ કે દરેક સ્ત્રી એ આવું એક ગ્રૂપ જોઈન કરવું જ જોઈએ જેથી પોતાનો વિકાસ થાય અને પોતા માટે સમય કાઢી પોતાની નજરમાં પોતાનું એક આગવું સ્થાન બનાવી શકાય {#માતંગી }

Gujarati Blog by Matangi Mankad Oza : 111294953
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now