Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સફર-૨
ભાગ -૨

દર્શી બે ઘડી સંકોચાઈ ગઈ.ઘણા સમય પછી કોઈ પુરૂષનો સ્પર્શને આમ રસ્તા વચ્ચે હાથ પકડી કોફી હાઉસમાં પકડી લઈ આવે..આમેય જુઆન તો રંગીલો માણસ .એને અને સોહને મિત્રતા કરતા હરિફાઈ વધારે હતી.જુઆન તો કોઈ પણ છોકરી કે સ્ત્રી મિત્ર સાથે ફ્લર્ટ કરતો.કોલેજમાં તે કાના સ્વરૂપે વધુ વખણાતો.જો કે આજે તો એ દર્શીને જોઈને જ વિહ્વળ થઈ ગયો હતો.જાણે અચાનક રસ્તામાં કોઈ ભૂત જોઈ ગયો હોય તેમ..
ટેબલ પર ચુપ ચાપ બન્ને એક પણ શબ્દ ઉચાર્યા વગર બેઠા ત્યા વેઈટરે સાહેબ શું લાવું?પૂછ્યુ ને દર્શી ચમકી.તે ફક્ત* કોફી *એટલું જ બોલી.જુઆન સજાગ થયો.તેણે સેન્ડવીચ અને બે કોફી મંગાવી.હળવાશ થતા એણે દર્શીને કહ્યું ,”જાણી સકુ કે શું તુ આમ જ સાધ્વી બનીને જીવન વિતાવવાની છે?”દર્શી જવાબમાં ફક્ત એક ફિક્કું હાસ્ય હસી.જુઆનને થયું ચાલો શરૂવાત તો થઈ.કોફી ને સેન્ડવીચ આવતા દર્શી એ પૂછ્યું ,”જુઆન તું શું કરે છે?ભણવાનું પુરૂ કર્યુ કે નહિ?” જુઆન ફક્ત “હા” કહી ચુપ થઈ ગયો.જુઆન જાણતો હતો કે દર્શી મીતભાષી યુવતી છે.તેણે તેની રીતે પૂછતાછ કરી બધુ જ જાણી લીધું .બન્ને ઉઠ્યા ત્યારે દર્શી બોલી હુ અહીંથી વિદાય લઈશ ,મારે હજુ સોહના માતાપિતાને ત્યા જઈ ઘરે જવાનું છે.ઔપચારીકતા પૂરી કરી તે ઉઠી અને ચાલવા લાગી.જુઆને તેને છોડી જાઉં છું કહી ઉભી રાખવાનો પ્રયત્ન કર્યો પણ કોશિશ નાકામિયાબ રહી.કોફી હાઉસમાં બીલ ભરી તે બહાર આવ્યો પણ દર્શી તો આંખોથી ઓઝલ થઈ ગઈ.
એ રાતે ન જુઆન ઊંધી શક્યો ન દર્શી!કોલેજનો એ સમય એ તોફાન એ મસ્તી ને ખાસ તો દર્શીનું આકર્ષણ જુઆનને ઉજાગરો કરાવી બેઠા.પોતે જાણતો હતો કે સંસ્કારી દર્શીને મન એની છાપ કેવી હતી.સોહની વિદાય તેને વધુ સજાગ ને ઉમ્મરમાં પ્રૌઢ બનાવી દીધી હતી.તે સારી પોસ્ટ ધરાવતી હતી તેનો પગાર તેના બન્ને કુટુંબને પોસે એવો હતો.પણ સોહની ખોટ એની આંખોમાં દેખાતી હતી.સવારે ઉઠી સોહ દાદીના મંદિરની બહાર ઊભો રહ્યો,રોજ મોડો ઉઠનારો ને દોડભાગ કરી દફતરે પહોંચનારો પૌત્ર આજે અહીં જોઈ દાદી અંજુબેનને આશ્ચર્ય થયું

Gujarati Story by Jayshree Patel : 111294901
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now