અંધકાર છે તારા વગર
તું ઘર નો ઉજાસ છે
તારો મીઠો સાદ જાણે
મોરલા નો સંગાથ છે
દુનિયાને સજાવી છે તે
દુનિયાને હસાવી છે તે
તારા ઝાંઝરનો રણકાર જાણે
હર હૈયાનું સંગીત છે
તું વ્હાલનો દરિયો ને
તું ઝરમરતું ઝરણું
તારા કુમકુમ તિલક જાણે
ઉગતા સુરજ નું પ્રતિક છે
પિતાના વાત્સલ્યનો પ્રેમ તું
હેત ભર્યું હાલરડુ તું
પાનેતર ઓઢી વિદાય વેળાએ
પ્રીત સરીખું આસું છે તું
દીકરી બની મા બની સાસુ
છત બની દૂર કર્યું અંધારું
તારી સુંદરતાનું રૂપ જાણે
લાખ દુઆઓ સાથ છે
— વ્હાલી દિકરી