સફર-૧
ભાગ :૧
સફર હમેશાં આહલાદાયક ને કુલ હોવી જોઈએ એવું સોહ માનતો હતો.નજીકમાં જવાનું હોય તો તે હમેશાં પોતાનું વાહન જ લઈ નીકળતો. તેના મિત્રો પણ ખૂબ જ મજા કરતા.તે પવનની સ્પીડે બાઈક ચલાવતો.મોટરમાં તેને બંધન લાગતું .બા તેને હમેશાં બાઈક ધીરે ચલાવવા સલાહ આપતી ને તે,”ઓહ સ્વીટ મધર કરી"તેને ગાલે ટપલી મારી જતો રહેતો.પિતા ને પણ તે હમેશાં કહેતો,”જુઓ પા તમે એકવાર તો બાઈક ચલાવો,તમને પણ ઊડવાનું મન થશે.
થોડા સમયમાં એ અને દર્શી લગ્ન કરવાના છે,દર્શી તેને સમજાવતી કે મને મોટરમાં જ સફર કરવી ગમે છે.પણ મસ્તરામ સોહ તેને લેવા કે મૂકવા બાઈક જ લેતો.તે ભગાવતો તો દર્શી ગુસ્સે થતી.એકવાર બધા મિત્રો સાથે તે પણ મુંબઈથી કસારા તરફ બાઈક લઈ નીકળ્યો.મસ્તી ને ઠંડી હવા લહેરાય રહી હતી,સોહને ખૂબ જ આનંદ થતો હતો.હવામાં ના રૂ જેવા વાદળ કસારા ઘાટ પરના વળાંકે તેને સ્પર્શી જતા હતા.તે આ વાતાવરણ ને મનોમન માણી રહ્યો હતો ત્યાં અચાનક સામેથી એક મોટો ખટારો વળાંક પર અચાનક જ સામે આવ્યોને તેનું સમતોલન ગયું.એક જ ટક્કરમાં સોહ નીચે ફંગોળાયોને ઝાડીમાં જ અદ્રશ્ય થયો.પાછળ આવતા ધીરની નજર જતા તેણે બાઈક બાજુ પર કરી બધા મિત્રોને મોબાઈલ દ્વારા જાણ કરી.બધાએ ઝાડી ની અંદર બહાર ખૂબ જ તપાસ કરી પણ સોહ ક્યા ગયો એ સમજાયું જ નહિ!આસમાન માં ઉડી ગયો કે ધરતીમાં સમાય ગયો...મિત્રોએ પોલીસમાં જાણ કરી ને તેના ઘરે પણ સમાચાર મોકલ્યા.દર્શીને પણ ફોન કરવામાં આવ્યો.બધા ઘટના સ્થળે ભેગા થયા ને ખૂબ તપાસને અંતે તે ન મળતા,પોલીસે બીજે દિવસે તપાસ કરવાનું નક્કી કર્યુ.તેની આ સફર કપરી થઈ ગઈ એમ મમ્મી વારંવાર બડબડવા લાગી.પિતા નરેશભાઈ તો હતાશાની ખાઈમાં ગબડી પડ્યા.દર્શી તો સર્વસ્વ છીનવાય ગયાનો આઘાત સહન જ ન કરી સકી.
લાંબી સફરે ક્યા ખોવાઈ ગયો સોહ..!કોઈ જ ન જાણે તેમ અજ્ઞાતવાસ લઈ લીધો જાણે સોહે..!બીજા દિવસની સવાર ,ત્રીજા દિવસની સવાર ને ન ગણાય એટલી સવાર ચાલી ગઈ.ઘરમાં તો જાણે સાપ સૂંઘી ગયો.દર્શી શૂન મૂન થઈ ગઈ.ઘડી ઘડી કાનમાં તેના સોહનું હાસ્ય રણકતું ..તે બે કાન જોર થી બંધ કરી આકાશ તરફ જોયા કરતી.આમને આમ ત્રણ વરસના વહાણા વાયા,દર્શીને બન્ને મા બાપ ફરી લગ્ન કરવા સમજાવા લાગ્યા.તે નોકરી કરતી ને સોહ અને પોતાના માતા પિતાને જરાય ઓછું ન આવવા દેતી.લગ્ન માટે તે ના જ પાડી દેતી.એકવાર તે નોકરી પરથી પાછી ફરી રહી હતીને અચાનક તેનો ને સોહનો મિત્ર જુઆન રસ્તા માંજ મળી ગયો.ઉમ્મરમાં પાંચ વરસ મોટી દેખાતી જાણે પ્રૌઢ થઈ ગઈ હોય તેવી દર્શીને જોઈ જુઆન તો ગમ જ ખાય ગયો. શું આ એજ દર્શી છે જેને માટે આખી કોલેજ દિવાની હતી..!ઓહ..!શું થયું છે આને..!દર્શી કાંઈ બોલે તે પહેલા જુઆને મેં પર આંગળી મૂકી ચૂપ રહેવાનો ઈશારો કર્યો.ચુપચાપ તેનો હાથ પકડી લીધોને બાજુના કાફે કોફી હાઉસમાં લઈ ગયો.
(ક્રમશ)
જયશ્રી પટેલ
૨૩/૧૧/૧૯