" એક નીરજીવ ગેમ દ્વારા
શું યુવાનો વિનાશ તરફ? ? ?
◆ હાલ યુવાનો માં ખૂબ રમાતી એક અતિ પાવરફૂલ મોબાઈલ ગેમ એટલે PUBG આ ગેમ નાનો બાળક થી લઈ ઘરડો માણસ પણ રમે છે . પરંતુ એક રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે બાળકો અને યુવાનો આ ગેમ સાથે જોડાયેલા છે.
◆ આ ગેમની ધીરે ધીરે નહીં પણ તરત લત લાગી જાઈ છે. હવે તમે જેમ સારો ખોરાક લેશો તો તમે તંદુરસ્ત જીવન જીવી શકો. હવે દરોજ આપણે જેવું તેવું ખાતા જ જઈએ તો શું થાય ? આપણી તબિયત બગડી જાય આપણી રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થવા લાગે અને આપણે વિક પડતા જઈએ . હવે આજ વાત આપણે આપણી મેટલ ડાયટ વિષે વિચાર કરીઓ છે . ???
શું આપણે આપણા મન ને વિધાયક કે વધારે મજબૂત કરે તેવા વિચારો , તેવું વાતાવરણ અને તેવા સાધનો ના ઉપયોગો કરીએ છીએ ખરા ? ?
હા મિત્રો કદાચ આપણે આ વિષય પર વિચાર કરીયો જ હશે પણ ખબર નહીં ભૂલાઈ જાય છે.
◆ હવે આજ વસ્તુ ને તમે ગેમ સાથે કનેક્ટ કરો
આ PUBG ગેમ આશરે 45 મિનીટ ની હોય છે અને એક રિપોર્ટ પ્રમાણે ગેમ રમતા લોકો ઓછામાં ઓછી 2 વાર ગેમ રમે છે. તો તમે તમારા જીવનની આશરે દરોજ ની 2 કલાક થી વધારે આ PUBG ગેમ માં વિતે છે પછી એની અસર આપણા મગજ પર આપણા વિચારો પર પડે છે.
∆ જેથી તમને નાની નાની વાત પર ગુસ્સો આવા લાગે છે , તમે વારે વારે ઉશ્કેરાયે જાવ છો , આ ગેમ તમે રમતા હોય તેમા અવરોધ રૂપ થાય તો તેની સાથે ખૂબ ખરાબ વ્યવહાર કરતાં થઈ જાય છે.સ્વભાવ ચીડિયો અને હિંસક થવા લાગે .
@ તમે પણ એક પ્રયોગ કરી જોજો આ ગેમની લત વાળા કોઈ મિત્ર પાસે થી અચાનક ફોન લઈ લેજો અથવા આ ગેમ ચાલુ હોય ત્યારે કોઈ એક બે કામ બતાવજો પછી તેની બોલવાની રીત , તેના હાવ ભાવ અને તેનો ગુસ્સો તમેજ જોજો. અથવા આ ગેમ ના રમવી જોઈએ ની વાત કરજો .
*કોલેજમાં સ્કૂલ માં કે કોઈ મિત્રો ભેગા થાય છે ત્યાં સોસીયલ મિડિયાકેPUBG ગેમ ચાલુ થઈ જાયછે
★ મિત્રો આજે ભારત પાસે વિશ્વના સૌથી વધારે યુવાનો છે એટલે જ દરેક દેશની નજર ભારતના યુવાનો પર છે કે તેઓ કઈ રીતે ફાલતુ કાર્ય માં વ્યસ્ત રહે . અને આ અંગે જાગૃતિ આવી ખૂબ જરૂર છે .
@ મારો પ્રશ્નન આ ગેમ રમતાને એટલોજ છે
* આ PUBG ના હોત તો
તમે એ સમય પર શું કરતા હોત ?
* આ ગેમ થી તમને ફાયદો થાય છે કે નુકસાન ?
* આ ગેમ દ્વારા તમને પૈસા મળેછે. ?
* આ ગેમ કરતા તમારા જીવનમાં ફાઈદો થાય એવી વસ્તુઓ તરફ જતા શું તમે અટકી ગયા છો ? ? ?
* તમારી મેમરી વધે છે
* તમારી કેરિયર બને છે ?
* તમારી દુનિયા ગેમ માં જ છે કે ?
★ હવે વિનર વિનર ચિકન ડિનર નહીં . પણ
युवा जगाव PUBG भगाव
(યુવા જગાવ PUBG ભગાવ).
પોતાની જાતને જાગૃત કરવી જ પડશે નહીં તો.....................એક નીરજીવ ગેમ દ્વારા તમારો વિનાશ થઈ જશે.
લેખક-કિશન હરેશભાઈ કલ્યાણી
(મનોવિજ્ઞાન વિધ્યાર્થી ,વકતા,લેખક, સામાજીક કાર્યક્રર, )