Quotes by કિશન કલ્યાણી કલમ in Bitesapp read free

કિશન કલ્યાણી કલમ

કિશન કલ્યાણી કલમ

@kishankalyani44gmail.com1077

" એક નીરજીવ ગેમ દ્વારા
શું યુવાનો વિનાશ તરફ? ? ?

◆ હાલ યુવાનો માં ખૂબ રમાતી એક અતિ પાવરફૂલ મોબાઈલ ગેમ એટલે PUBG આ ગેમ નાનો બાળક થી લઈ ઘરડો માણસ પણ રમે છે . પરંતુ એક રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે બાળકો અને યુવાનો આ ગેમ સાથે જોડાયેલા છે.

◆ આ ગેમની ધીરે ધીરે નહીં પણ તરત લત લાગી જાઈ છે. હવે તમે જેમ સારો ખોરાક લેશો તો તમે તંદુરસ્ત જીવન જીવી શકો. હવે દરોજ આપણે જેવું તેવું ખાતા જ જઈએ તો શું થાય ? આપણી તબિયત બગડી જાય આપણી રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થવા લાગે અને આપણે વિક પડતા જઈએ . હવે આજ વાત આપણે આપણી મેટલ ડાયટ વિષે વિચાર કરીઓ છે . ???
શું આપણે આપણા મન ને વિધાયક કે વધારે મજબૂત કરે તેવા વિચારો , તેવું વાતાવરણ અને તેવા સાધનો ના ઉપયોગો કરીએ છીએ ખરા ? ?
હા મિત્રો કદાચ આપણે આ વિષય પર વિચાર કરીયો જ હશે પણ ખબર નહીં ભૂલાઈ જાય છે.

◆ હવે આજ વસ્તુ ને તમે ગેમ સાથે કનેક્ટ કરો
આ PUBG ગેમ આશરે 45 મિનીટ ની હોય છે અને એક રિપોર્ટ પ્રમાણે ગેમ રમતા લોકો ઓછામાં ઓછી 2 વાર ગેમ રમે છે. તો તમે તમારા જીવનની આશરે દરોજ ની 2 કલાક થી વધારે આ PUBG ગેમ માં વિતે છે પછી એની અસર આપણા મગજ પર આપણા વિચારો પર પડે છે.

∆ જેથી તમને નાની નાની વાત પર ગુસ્સો આવા લાગે છે , તમે વારે વારે ઉશ્કેરાયે જાવ છો , આ ગેમ તમે રમતા હોય તેમા અવરોધ રૂપ થાય તો તેની સાથે ખૂબ ખરાબ વ્યવહાર કરતાં થઈ જાય છે.સ્વભાવ ચીડિયો અને હિંસક થવા લાગે .

@ તમે પણ એક પ્રયોગ કરી જોજો આ ગેમની લત વાળા કોઈ મિત્ર પાસે થી અચાનક ફોન લઈ લેજો અથવા આ ગેમ ચાલુ હોય ત્યારે કોઈ એક બે કામ બતાવજો પછી તેની બોલવાની રીત , તેના હાવ ભાવ અને તેનો ગુસ્સો તમેજ જોજો. અથવા આ ગેમ ના રમવી જોઈએ ની વાત કરજો .

*કોલેજમાં સ્કૂલ માં કે કોઈ મિત્રો ભેગા થાય છે ત્યાં સોસીયલ મિડિયાકેPUBG ગેમ ચાલુ થઈ જાયછે

★ મિત્રો આજે ભારત પાસે વિશ્વના સૌથી વધારે યુવાનો છે એટલે જ દરેક દેશની નજર ભારતના યુવાનો પર છે કે તેઓ કઈ રીતે ફાલતુ કાર્ય માં વ્યસ્ત રહે . અને આ અંગે જાગૃતિ આવી ખૂબ જરૂર છે .

@ મારો પ્રશ્નન આ ગેમ રમતાને એટલોજ છે
* આ PUBG ના હોત તો
તમે એ સમય પર શું કરતા હોત ?
* આ ગેમ થી તમને ફાયદો થાય છે કે નુકસાન ?

* આ ગેમ દ્વારા તમને પૈસા મળેછે. ?

* આ ગેમ કરતા તમારા જીવનમાં ફાઈદો થાય એવી વસ્તુઓ તરફ જતા શું તમે અટકી ગયા છો ? ? ?

* તમારી મેમરી વધે છે

* તમારી કેરિયર બને છે ?

* તમારી દુનિયા ગેમ માં જ છે કે ?

★ હવે વિનર વિનર ચિકન ડિનર નહીં . પણ
युवा जगाव PUBG भगाव
(યુવા જગાવ PUBG ભગાવ).
પોતાની જાતને જાગૃત કરવી જ પડશે નહીં તો.....................એક નીરજીવ ગેમ દ્વારા તમારો વિનાશ થઈ જશે.

લેખક-કિશન હરેશભાઈ કલ્યાણી
(મનોવિજ્ઞાન વિધ્યાર્થી ,વકતા,લેખક, સામાજીક કાર્યક્રર, )

Read More

આજે સરદાર વલ્લભભાઈ પટેલ એટલેકે આપણા સરદાર સાહેબ ની જન્મજંયતિ એની સાથે જ સોસીયલ મિડિયા પર ચારેતરફ સરદાર સાહેબ ના ફોટો , વિડીયો અને સ્ટટેસ લોકો એટલા ઉત્સાહ થી મુકી રહીયા છે કે વાત જવા દો અને ઉત્સાહ હોવ જ જોઈએ પરંતુ વાત એ છે કે જે સરદાર વલ્લભભાઈ પટેલ ના ફોટો કે સ્ટટેસ મુકવામાં આવ્યા છે એમના જીવન ઉપરતો થોડી દ્રષ્ટિ નાખો તેમનુ સાદગી પુણ જીવન અને સાથે આજે એકતા દિવસ પરંતુ માત્ર સોસીયલ મિડિયા પરજ એકતા દેખાઈ છે કે શું ?? જો સરદાર વલ્લભભાઈ પટેલ ના સિધ્ધાંત અને નિયમો નું પાલન થયું હોત તો જાતિવાદ જેવા મુદા જીવીતજ ના હોત તમારું શું માનવું છે એટલે યુવાનો ને જરૂર એટલું કહીશ એક યુવા મિત્રો આપણા માટે સરદાર સાહેબ માત્ર એક દિવસ માટેજ નથી આપણે મન તો સરદાર સાહેબ હર હમેશા જીવીત છે તેઓ જીવીત છે આપણા એકતા રૂપી .
રાજનૈતિક ફાયદાઓ માટે ધણા આપણી એકતાને તોડીને આપણી માનસિકતા ને બંદલવા ધણા પ્રયત્ન કરે છે.
અને એક સમાજ એક સમાજ ને નામે સમાજના આગેવાનો હવે બંધ કરો ઐક સમાજ ને નામે સમાજને જ તોડવાનું
દરેક સમાજ એક સમાજ ની જગ્યાએ હવે એક દેશ એક સમાજ એ સમાજ છે માનવ સમાજ આવી વિચારધારા વિકસાવી કેટલી યોગ્ય રેહશે.
એટલે યુવા મિત્રો આપણે મન સરદાર હમેશા અમર છે
એમના વિચારો અને એમના સિધ્ધાંતો ને જીવીત રાખવા અને દેશમાં એકતા ફેલાવી એજ એમની મૂર્તિ એજ એમનિ બુક અને એજ એમનું મૂવી હશે ........ અમારે એક દિવસ ની એકતા નથી જોતી . અને હા માત્ર સોસીયલ મિડિયા પર તો નથી જ જોતી જેને ઉજવણી કરવી હોય એ કરીલો માત્ર એક દિવસ માટે પરંતુ અમારે માટે તો હર હમેશા જીવશે........એકતા માં

??સરદાર જીવે છે એકતા દ્વારા ??

કલમ:- કિશન એચ કલ્યાણી
(યુવા જાગૃતિ એજ યુવા શક્તિ)

Read More

આજે હું યુવાન છું અને મારી સમજ અને મારી વિચારધારા અને નોલેજ ના આધાર પર ધણા પ્રષ્નો અને ધણી બધી વાતો કરવાનું અને તેના વિષે ચર્ચા કરી સાચા ખોટા ની સમજ મેળવાની ઈચ્છા હોય છે. આજે સમાજ માં ભણેલા એટલે અહીં એવા ભણેલાની વાત કરું છું જે ભણીયા હોય ભારત માં ગુજરાત માં પણ પ્રસન્નતા અને માન સન્માન કે વિકાસ ની વાતો બીજા દેશોની કરતા હોય હા જરૂર એ વાત સાચી કે જે સારી બાબત બીજા દેશોની છે એને વખાણ વી જોઈએ પરંતુ વાત અહીં એ છે કે આપણી પાસે એટલે ભારત પાસે ગુજરાત પાસે ધણી બધી બાબતો બીરદાવા જેવી છે તેને બીરદાવો અને જયાં ખામી છે ત્યાં પણ બોલોને આમ તો એમાં કેવું જ ના પડે પરંતુ અમુક ના વિચારો, જોવાનો નજરીયો અને યુરોપ અમેરિકા કે ટૂકમાં બહાર નું જ ગમે છે અને એ વ્યવસ્થા જેવીજ ભારતીય વ્યવસ્થા હોવી જોઈએ ના નારા ઉપાડીયા છે જેથી આપણી સંસ્કૃતિ આપણી પરંપરા, આપણી વ્યવસ્થા અને આપણી વિચારી શક્તિ ને પણ આપણે એજ રીતે જોવાનો પ્રયાસ કરી રહીયા છે જેથી થયું એછે કે જે લોકો સંસ્કૃતિ ને કે સંસ્કાર કે વ્યવસ્થા અને વિચારીક શક્તિ ને જળવી રાખવા તેમાં ખામી કાઢી ભારતીય પરંપરા અને આધુનિક સમયમાં ભારતીય રીતે કેમ બંદલી શકાય તેવી વાત ને તે બધાજ ખોટા અને નકામા લાગેછે અમુક લોકોને પરંતુ અહીં એ જરૂર કેહવા માગીશ કે વધારે ભણેલા અને પાછા ભારત માં રહી અંગ્રેજ નું પુછડુ બનેલા મહાન વ્યક્તિઓને જો આ દેશની વ્યવસ્થા ટકીના હોત સંસ્કૃતિ બચી ના હોત આ પવિત્ર ભૂમિ ના સંસ્કાર જીવિત ના હોત તો તું પણ આ અવિચારી વાત કરવા જન્મીજ ના શકીયો હોત .
એવા લોકો એક ગોરા ના પગ નીચે દબાયેલા હોત. જે વ્યક્તિ પોતાના દેશની વાત કરેછે એ દેશની સંસ્કૃતિની વાત કરેછે તો તેનો આદર ના આપી શકો તો પણ કહી વાધો નહી પરંતુ તેનું અપમાન અને એવાતનો ના પ્રશ્નો ને ઉઠાવાજ ના દો એ ના ચાલે અને જો વિરોધ માં ઉતરતા હોય તોતો વધારે યોગ્ય ન્યાય મળશે કેમકે બધી પોલ ખોલી જશે તમારા અંગ્રેજ દિમાગની અને આવા લોકોને જોયને એ જરૂર કહી શકાય કે એમનું મગજ ભારતમાં કામ કરેછે પરંતુ એમના વિચારો ભારતની બહાર ના દેશોજ ડેવલોપ કરી રહીયા છે અહીં વાત કોઈ વ્યક્તિવિશેષ કે કોઈ સમાજની કે કોઈ દેશના વિરોધ ની નથી પરંતુ ભારતમાં જન્મેલા ભારતીયોજ વ્યવસ્થા ને થોડા અંશે નુકસાન કરનારી અને થોડા દેશ પ્રેમી અને સંસ્કૃતિ પ્રેમી નો તેમની સામે ખોતરનારી વાત કરે ત્યારે એ વાત ને પલટો કે બંદલાની ભાવના અહી નથી પ્રગટ કરી પરંતુ અમને ગમેછે અમારી સંસ્કૃતિ અને અમે જીવા માગ્યે છે એમાં બસ આજ વાત છે અને જાગૃતિ લાવા પણ આ ઉપયોગી છે આપ પણ સાયકોલોજીકલ બિમારી વધવા ની સાથે તિતિક્ષાપણુ પણ કયાક ભૂલાઈ ના જાય અને એતો સ્વીકારી જ લેશે દુનિયા કે આ સૌથી પુરાતન સંસ્કૃતિ લોકો એટલે ભારતીય એટલે આપણા પાસે વ્યવસ્થા વ્યવહાર અને વારસો અઢળક છે બસ આજે આટલું આગળ પછી કયારેક

કલમ ✍️✍️✍️

Read More

સિનેમા ધણું બધું આપી જતી હોય છે પરંતુ કેવી ફિલ્મો વધારે ચાલે છે અને કેવી નથી ચાલતી એ ખૂબ મહત્વ નું છે

આજે માત્ર એક ઉદાહરણ દ્વારા સમજાય છે કે આપણા યુવાનો કેવા સિનેમા ને પંસદ કરે છે હવે એ માનવું પણ સત્ય જછે કે ફિલ્મો વિચારો ,ફેશન, લાઈફસ્ટાઈલ અને વ્યવહાર પર ધણી અસર કરેછે અને ભારત ના યુવાનો પર તો ખાસ ધીરે ધીરે આપણે કેવી ફિલ્મો જોવી જોઈએ એ આપણે કયાં નકકી જ કરીએ છે એ તો માત્ર એકશન અને મારપીટ અને લવ સ્ટોરી જ શું ગમે છે અને હા ખાસ દાદાગીરી થી ભરપૂર શું આવું જ જોવું ગમે છે

અહી મારો મુદ્દો એટલો જ છે કે સમાજ માં યુવાનો ના બે ભાગ પડી ગયા છે પરંતુ એ ચિંતા નો વિષય નથી ચિંતા નો વિષય તો એ છે કે બે ભાગ માં થી " - " ગ્રુપ વધી રહીયુ છે

અને એના અનુભવ દરોજ આપણે કરતાજ હશું આ બધા ના કારણે યુવા જાગૃત ની જગ્યા અજાગૃત વધારે થતો ગયો છે


કલમ K.K

Read More